Google જલ્દી જ પોતાનો નવો Pixel સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આવતા મહિનાની શરૂઆતમાં Pixel 7 અને Pixel 7 Pro લોન્ચ કરી રહી છે. બંને સ્માર્ટફોન Pixel 6-સિરીઝના અનુગામી તરીકે આવશે. લગભગ ચાર વર્ષથી ગૂગલે તેના ફ્લેગશિપ સ્માર્ટફોન્સને ભારતીય બજારથી દૂર રાખ્યા હતા.






ગૂગલ ઈન્ડિયાએ ટ્વિટ કરીને આ વાતની પુષ્ટી કરી હતી. એટલે કે આ વખતે ગૂગલ ગ્લોબલ લૉન્ચની સાથે ભારતમાં પોતાના ડિવાઇસને રજૂ કરશે. કંપનીએ તાજેતરમાં ભારતમાં Google Pixel 6a લોન્ચ કર્યો છે,


Google Pixel 7 શ્રેણી ક્યારે લોન્ચ થશે?


બીજી તરફ જો આપણે આગામી પિક્સેલ સીરીઝ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન 6 ઓક્ટોબરે લોન્ચ થશે. કંપની બંને સ્માર્ટફોન સાથે Pixel Watch પણ લોન્ચ કરી શકે છે. Google ની આગામી ઇવેન્ટ લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે અને તમે તેને ઓનલાઈન જોઇ શકો છો.


કંપનીએ હાલમાં જ આ ડિવાઇસનો એક યુટ્યુબ વિડીયો પણ બહાર પાડ્યો છે, જે મુજબ કંપની Pixel 7 Proના પ્રી-ઓર્ડર પણ શરૂ કરવા જઈ રહી છે. ગૂગલે મે મહિનામાં આયોજિત Google I/O ઇવેન્ટમાં આ ફોનની તસવીરો શેર કરી હતી. સ્માર્ટફોનના સ્પેસિફિકેશન વિશે વધુ જાણકારી નથી. રિપોર્ટ્સ અને અનુમાન મુજબ હેન્ડસેટમાં ગૂગલનું નવું ટેન્સર જી2 પ્રોસેસર જોવા મળશે. આ પ્રોસેસર બંને વેરિઅન્ટમાં આપવામાં આવશે.


ગૂગલ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું છે


ગૂગલ ઈન્ડિયાએ આગામી સ્માર્ટફોન સીરિઝ વિશે ટ્વિટ કર્યું છે, જે ભારતમાં Pixel 7 અને Pixel 7 Proના લોન્ચની પુષ્ટી કરે છે. કંપનીએ ગયા વર્ષે લૉન્ચ કરેલી Pixel 6 સિરીઝ ભારતમાં લૉન્ચ કરી નથી.


 


જો કે, કંપનીએ ચોક્કસપણે ભારતમાં Pixel 6a લોન્ચ કર્યો છે, જે આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હેન્ડસેટ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે. કંપનીએ તેને માત્ર એક વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે.