Google Year in Search 2024: ગૂગલે ભારતમાં આખા વર્ષ દરમિયાન સર્ચ કરવામાં આવેલી વસ્તુઓની યાદી શેર કરી છે. વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિને ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓને અલગ-અલગ કેટેગરીમાં વહેંચી છે. છેલ્લા કેટલાક મહિનામાં લોકોએ 'સ્ત્રી 2' અને 'કલ્કી 2898 એડી' ફિલ્મો વિશે સૌથી વધુ સર્ચ કર્યું છે. રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ 'સ્ત્રી 2' અને અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અભિનીત 'કલ્કી 2898 એડી' થોડા મહિના પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને લોકો દ્વારા તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

મૂવીઝ અને વેબસિરીઝ ઉપરાંત, લોકોએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL, T-20 વર્લ્ડ કપ જેવી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ સર્ચ કરી છે. ગૂગલે તાજેતરમાં લોન્ચ કરાયેલ Hum to Search  ફીચર દ્વારા સર્ચ કરવા માટેની વસ્તુઓની યાદી પણ બહાર પાડી છે. આવો, ચાલો જાણીએ કે આ વર્ષે ભારતમાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું છે ?

ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી વસ્તુઓને વિવિધ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી છે, જેમાં યુઝર્સ દ્વારા સર્ચ કરાયેલા વિષયોની વિગતો આપવામાં આવી છે. ગૂગલે આ વર્ષે સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મોની યાદી પણ જાહેર કરી છે,  આ વર્ષની બ્લોકબસ્ટર હોરર-કોમેડી 'સ્ત્રી 2' સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ફિલ્મ બની છે.

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 એ તેના બોક્સ ઓફિસ કલેક્શનથી દરેકને પ્રભાવિત કર્યા છે. ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે તે બોક્સ ઓફિસ પર ધમાલ કરશે. Stree 2 એ તેની રિલીઝ પછી કલેક્શનની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ તોડ્યા છે.

સૌથી વધુ સર્ચ થઈ આ ફિલ્મો 

1. સ્ત્રી 22. કલ્કિ 2989 એડી3. 12th ફેઈલ4.લાપતા લેડીઝ5. હનુ-માન6. મહારાજા7. મંજુમ્મેલ બોયઝ8. ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ9. સાલાર10.આવેશમ

મુસાફરી માટે સૌથી વધુ આ સર્ચ થયું

1. અઝરબૈજાન2. બાલી3. મનાલી4. કઝાકિસ્તાન5. જયપુર6. જ્યોર્જિયા7.મલેશિયા8. અયોધ્યા9.કાશ્મીર10. દક્ષિણ ગોવા

આ સિવાય ભારતીય યુઝર્સે કેરીનું અથાણું, કાંજી, ચરણામૃત, ધનિયા પંજીરી, અગાડી પછાડી અને શંકરપાલીની રેસિપી વિશે ગૂગલ પર ઘણું સર્ચ કર્યું. જ્યારે Gen-Z એ Google પર સૌથી વધુ ટ્રેન્ડિંગ મીમ્સ (memes) વિશે સર્ચ કર્યું છે.