નવી દિલ્હીઃ દિવાળોનો તહેવાર છે, ત્યારે કેટલાક લોકો પોતાના મનગમતા લોકોને અને ફિયાન્સને દિવાળી ગિફ્ટ આપવા માંગતા હશે, તો તમે પણ લિસ્ટમાં એક સારો ફોન ખરીદીને ગિફ્ટ કરવા માંગતા હોય તો અહીં બેસ્ટ ફોનના ઓપ્શન અવેલેબલ છે. અમે અહીં તમને 6GB રેમ વાળા બેસ્ટ ફોન બતાવી રહ્યાં છે, જેમાં તમને કેમેરા, રેમ, સ્ટૉરેજ અને પ્રૉસેસરનો સારો ઓપ્શન મળી શકે છે. ખાસ વાત છે કે આ ફોનને તમને 15000 રૂપિયાની કિંમત સુધીમાં ખરીદી શકશો.


Samsung Galaxy M21
સેમસંગનો આ ફોન બેસ્ટ છે, આમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ અને પ્રાઇમરી સેન્સર 48MPનો છે. આમાં પંચહૉલ ડિસ્પ્લેની સાથે 20MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનને તમે 14,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Redmi Note 9
રેડમીનો આ ફોન તમને 14,499 રૂપિયામાં મળી જશે. ફોનમાં શાનદાર ફિચર્સ છે, આમા 48MPના પ્રાઇમરી સેન્સરની સાથે ક્વૉડ રિયર કેમેરા સેટઅપ મળશે. આ ઉપરાંત ડ્યૂલ 4જી સિમ અને 5020mAhની બેટરી આપવામાં આવી છે.

POCO M2
આ ફોનની કિંમત 10,499 રૂપિયા છે. POCOના આ ફોનમાં તમને 6GB રેમ મળશે, આમાં 13MPની પ્રાઇમરી સેન્સર છે. આ ઉપરાંત 5000mAhની બેટરી આપવામાં આવી ઠે.

Realme 7
આ ફોનમાં 6GB રેમની સાથે 64GB ઇન્ટરનલ સ્ટૉરેજની સુવિધા મળશે. આ સ્માર્ટફોનમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનુ પ્રાઇમરી સેન્સર 64MPનુ છે. આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે.

Vivo Y20
આ ફોનમાં પણ 6GB રેમ સાથે 64GB સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આમાં તમને 13+2+2MPનો ત્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. આને તમે 13,990 રૂપિયામાં ખરીદી શકો છો.