નવી દિલ્હીઃ આધુનિકીકરણના જમાનામાં ટેકનિકનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે. વધુ એક અત્યાધુનિક ટેકનોલૉજીનો વિકાસ થયો છે, હવે વિદ્યુત પર ચાલનારા વાહનો માર્કેટમાં આવવાના શરૂ થઇ રહ્યાં છે, વળી સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનિકનો ઉપયોગ પણ આ ક્ષેત્રમાં ખુબ ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં જ લંડનમા એક સેલ્ફ ડ્રાઇવિંગ વાહનનુ ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. આનો ઉદેશ્ય ઓછા સમયમાં વધુ જગ્યાઓએ દવાઓ પહોંચાડવાનો છે.

આ સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનિક પર ચાલનારી રોબૉટ કારનુ નામ Kar-go રાખવામાં આવ્યુ છે. આનુ નિર્માણ દુરદુર સુધીના ઘરોથી લઇને જરૂરિયાતમંદો સુધી જલ્દીથી જલ્દી દવાઓ પહોંચાડવા માટે કરવામાં આવ્યુ છે.



આ રોબૉટ વાહનના ચારેય બાજુ કેમેરા લાગેલા છે. જે રિયલ ટાઇમ સેન્સરની મદદથી વાહનને પોતાના ગંતવ્ય સુધી પહોંચાડવામાં પુરેપુરુ યોગદાન આપે છે.



આ સેલ્ફ ડ્રાઇવિગ કાર રોબૉટનુ નિર્માણ ધ એકેડેમી ઓફ રોબૉટિક્સ નામની સંસ્થાએ કર્યુ છે. વિલિયમ સચિત્તી આ સંસ્થાના સંયોજક છે. Kar-go એક વારમાં 48 પાર્સલ લઇ જવામાં સક્ષમ છે. આની મેક્સિમમ સ્પીડ લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધીની છે. વળી આને ફૂલ ચાર્જ કરવાથી 3 કલાકનો સમય લાગે છે.