Signal Cyber Attack: વૉટ્સએપ (WhatsApp) ની હેકિંગ બાદ હવે ટેલીગ્રામ (Telegram) અને સિગ્ન (Signal) એ પણ મોટા મોટા દાવા કર્યા હતા, જોક, હવે Signalના દાવા ફેલ થતાં દેખાઇ રહ્યાં છે. Signal પર સાયબર એટેક થયાના સમાચાર સામે આવ્યા્ છે. આ એટેકમાં લગભગ 1,900 યૂઝર્સના ફોન નંબર લીક થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખરેખરમાં, આ સાયબર એટેક Twilio Inc પર કરવામાં આવ્યો છે, જેકે Signalનુ વેરિફિકેશન સર્વિસ પ્રૉવાઇડર છે.
હેકર્સ પાસે પહોંચ્યા વેરિફિકેશનમાં ઉપયોગ થનારા કૉડ -
રિપોર્ટ અનુસાર, હેકરની પાસે તે તમામ કૉડ પણ પહોંચી ચૂક્યા છે, જેનો ઉપયોગ વેરિફિકેોશન માટે કરવામાં આવે છે, જોકે, Signalએ પોતાના એક બ્લૉગમાં દાવો કર્યો છે કે, મેસેજ હિસ્ટ્રી, પ્રૉફાઇલની જાણકારી અને કૉન્ટેક્ટ લિસ્ટ સુધી હેકરની પહોંચ નથી થઇ શકી. ઉલ્લેખનીય છે કે આ એટેકમાં હેકરના હાથમાં 1,900 યૂઝર્સનો ડેટા આવી ગયો છે.
સિગ્નલે આ હેકિંગ પર નિવેદન આપ્યુ છે, કે હેકર કોઇ અન્ય ડિવાઇસથી કૉડ દ્વારા કોઇપણ એકાઉન્ટને લૉગીન કરી શકે છે. આ મહિનાની શરૂઆતમાં જ હેકિંગની જાણકારી મળ્યા બાદ ટ્રિલિયોએ બતાવ્યુ હતુ કે, હેકિંગની તપાસમાં તે સિગ્નલ (Signal) ની મદદ કરી રહ્યું છે. Twilio Incના પાર્ટનરમાં Ford Motor, Mercado Libre અને HSBC જેવી 2,56,000 બિઝનેસ કંપનીઓના નામ સામેલ છે.
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન