નવી દિલ્હીઃ કોરોના વાયરસની વચ્ચે ઓનલાઇન સર્વિસ અને વર્કની ડિમાન્ડની વચ્ચે હેકર્સો તેનો ફાયદો ઉઠાવવાની કોશિશોમાં લાગ્યા છે. આ જ રીતને એક કેસ સામે આવ્યો છે, ગેમિંગની દુનિયાની સૌથી મોટી કંપનીમાંની એક નિનટેન્ડો (Nintendo)માં. જાપાનની આ કંપની હજારો યૂઝર્સના એકાઉન્ટમાં હેકરો એટેક કર્યો છે, તેમની પર્સનલ માહિતીઓ મેળવી લીધી છે. કંપની અનુસાર લગભગ 3 લાખ એકાઉન્ટ આનો શિકાર બન્યા છે.


ગેજેટ્સ 360ના રિપોર્ટ અનુસાર, આ બધા કેસો એપ્રિલ 2020 બાદના છે, જોકે કંપનીએ જણાવ્યુ કે હેકર કોઇપણ યૂઝરના ક્રેડિટ કાર્ડ જેવી સંવેદનશીલ ડિટેલ નથી મેળવી શક્યા, પણ તેમને જન્મતારીખ અને ઇમેલ જેવી પ્રાઇવેટ ડિટેલને હાંસલ કરી લીધી છે. કંપનીએ સ્ટેટમેન્ટ આપીને ગ્રાહકોની માફી માંગી છે.



કંપનીએ કહ્યું કે ગ્રાહકોને પરેશાની અને ચિંતા છે, તેના માટે અમે માફી માંગીએ છીએ. અમે સુરક્ષાને વધુ મજબૂત કરીશુ જેથી બીજીવખત આવુ ના થાય.

કંપનીના નિવેદન પ્રમાણે પહેલીવાર એપ્રિલમાં 1 લાખ 60 હજાર એકાઉન્ટ્સમાં હેકિંગની માહિતી મળી હતી, અને ત્યારબાદ 1 લાખ 40 હજાર એકાઉન્ટ્સમાં હેકર એટેક કરવામાં સફળ રહ્યાં.



હેકરોએ નિનટેન્ડોના નેટવર્ક આઇડીમાં ગાબડુ પાડ્યુ છે, હવે આ મામલે કંપનીએ વચન આપ્યુ છે કે જે એકાઉન્ટ્સમાં આવી છેતરપિંડી થઇ છે, કંપની તેમને રકમ પાછી આપશે.