નવી દિલ્હીઃ સરકારી કંપની બીએસએનએલની પાસે કેટલાય એવા પ્રીપેડ પ્લાન છે, જે કિંમતમાં મામલામા બિલકુલ Jio, Airtel, Vodafone idea જેવા જ છે. જોકે આના બેનિફિટ્સ પ્રાઇવેટ કંપનીથી વધારે છે. આવો જ એક પ્લાન છે 299 રૂપિયાનો. બીએસએનએલનો આ પ્લાન બાકી અન્ય કંપનીઓને જોરાદરા ટક્કર આપી રહ્યો છે. અહીં અમે તમને BSNLના ધાંસૂ પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ કે આ પ્લાન અન્ય કંપનીઓને કઇ રીતે ટક્કર આપે છે, અને કઇ રીતે તમારા માટે છે વધારે ફાયદાકારક........ 


બીએસએનએલનો ધાંસૂ પ્લાન -


BSNLનો 299 રૂપિયાનો પ્લાન -
બીએસએનએલનો 299 રૂપિયાનો પ્લાન આખા મહિનાની વેલિડિટીની સાથે આવે છે. આ 30 દિવસો સુધી ચાલે છે. પ્લાનમાં દરરોજ 3 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. આ રીતે તમે કુલ 90 જીબી ડેટાની મજા લઇ શકો છો. એટલે કે 1 જીબી ડેટાની કિંમત લગભગ 3.33 રૂપિયા થાય છે. જોકે, આમાં કોઇ અન્ય સુવિધા નથી મળતી.


Airtelનો 299 રૂપિયાનો પ્લાન -
એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આમાં દરરોજ 1.5 જજીબી ડેટાની સાથે અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. આ ઉપરાંત ફ્રી હેલૉટ્યૂન્સ, વિન્ક મ્યૂઝિક, અપોલો 24x7 જેવી મેમ્બરશીપ આપવામાં આવે છે. 


Jioનો 299 રૂપિયાનો પ્લાન -
રિલાયન્સ જિઓનો 299 રૂપિયા વાળો પ્લાન દરરોજ 2 જીબી ડેટાની સાથે આવે છે. આમાં તમને 28 દિવસની જ વેલિડિટી મળે છે. આ ઉપરાંત અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. સાથે જ જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 


Vodafone ideaનો 299 રૂપિયાનો પ્લાન -
આ પ્લાન પણ એરટેલ જેવો જ છે. પ્લાનમાં 28 દિવસ માટે દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવે છે. આની સાથે જ અનલિમીટેડ વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. પ્લાનમાં વીકેન્ડ ડેટા રૉલઓવર, વિન્ઝ ઓલનાઇટ અને Vi Movies & TV નો એક્સેસ પણ આપવામાં આવે છે. 


 


 


આ પણ વાંચો.... 


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી


India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું


Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો


Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ