Xiaomi 12 Lite Launch: ચીની કંપની શ્યાઓમીએ પોતાના નવા સ્માર્ટફોન Xiaomi 12 Liteને હવે ગ્લૉબલી લૉન્ચ કરી દીધો છે. લૉન્ચ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતુ કે Xiaomi 12S Series ની સાથે જ Xiaomi 12 Lite પણ લૉન્ચ કરશે, પરંતુ આવુ થયુ નહીં. કંપની સ્માર્ટફોનને ગ્લૉબલી લૉન્ચ કરી ચૂકી છે. જોકે, શ્યાઓમીએ પોતાના Xiaomi 12 Lite ફોનની ભારતમાં લૉન્ચ ડેટને લઇને હજુ સુધી કોઇ જાહેરાત નથી કરી, પણ કહેવામા આવી રહ્યું છે કે કંપની આને બહુ જલદી લૉન્ચ કરી શકે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ આ ફોનના ફિચર્સ અને કિંમત વિશે.........
Xiaomi 12 Liteના Features -
શ્યાઓમીના Xiaomi 12 Lite ફોનમાં 6.55 ઇંચની સ્ક્રીનથી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, આ ફોનમાં 120 Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. આની સાથે જ આ ફોન HDR10+ અને Dolby Vision નો પણ સપોર્ટ કરે છે.
કંપનીએ Xiaomi 12 Lite ફોનમાં Qualcomm Snapdragon 778G ઓક્ટાકૉર પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
Xiaomi 12 Lite ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે, આમાં Samsung HM2 sensorનો 108 MP વાળો મેને બેક કેમેરો, 8 MPનો બીજો અલ્ટ્રા વાઇડ કેમેરો અને 2 MPનો ત્રીજા મેક્રો કેમેરો સામેલ છે.
ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં Samsung GD2 સેન્સરનો 32 MP નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ પંચ હૉલ કેમેરા છે.
કંપનીએ આ ફોનને 2 વેરિએન્ટમાં લૉન્ચ કર્યો છે. આમાં 6 GB રેમ + 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8 GB રેમ + 256 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળુ વેરિએન્ટ આવે છે.
સ્માર્ટફોનમાં 4,300 mAhની બેટરી આપવામાં આવી છે, જે 67 W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપની ફોનની સાથે ચાર્જર પણ આપી રહી છે.
Xiaomi 12 Lite ફોન Android 12 પર આધારિત MIUI 13 પર ચાલે છે.
આ ફોન 5G નેટવર્ક સાથે લૉન્ચ થયો છે.
Xiaomi 12 Lite નુ વજન 173 ગ્રામ છે.
સ્માર્ટફોનમાં સ્ટીરિયો સ્પીકર્સની સાથે dolby atmos સાઉન્ડ ટેકનોલૉજીનુ ફિચર પણ આપવામાં આવ્યુ છે.
Xiaomi 12 Liteમાં ડ્યૂલ સિમ, બ્લૂટૂથ અને વાઇફાઇ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.
Xiaomi 12 Lite સ્માર્ટફોન બ્લેક, પિન્ક અને ગ્રીન કલરમાં લૉન્ચ થયો છે.
Xiaomi 12 Lite ની Price -
કંપનીએ 6GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 400 ડૉલર ભારતીય કરન્સીમાં 31,716 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત 8GB રેમ અને 256 GB સ્ટૉરેજ વાળા મૉડલની કિંમત 500 ડૉલર ભારતીય મુદ્રામાં લગભગ 39,645 રૂપિયા છે. જાણકારી અનુસાર બતાવવામાં આવે છે કે, કંપનીએ Xiaomi 12 Lite ફોનની ભારતમાં લૉન્ચ ડેટને લઇને હજુ સુધી કોઇ જાહેરાત નથી કરી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે, આ કંપની આને બહુ જલદી ભારતમાં લૉન્ચ કરી શકે છે.
આ પણ વાંચો....
Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ
DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી
India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો
Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ