નવી દિલ્હીઃ અમેરિક ટેક દિગ્ગજ એપલે પોતાના આઇફોન ભારે ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ એપલે આઇફોન 12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કર્યા છે. કંપની iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Maxની પ્રી બુકિંગ ભારતમાં શરૂ કરી દીધુ છે. આ વખતે iPhone 12 પર 63 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર મળી રહી છે. જુના આઇફોન કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનને એક્સચેન્જ કરવા પર કંપની આ ઓફર આપી રહી છે.


એપલ તરફથી એક લિસ્ટ શેર કરવામાં આવ્યુ છે, જેમાં જાણકારી આપવામાં આવી છે કે જુના iPhones અને એન્ડ્રોઇડ સ્માર્ટફોનના બદલે નવા ફોન પર કેટલુ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

આ ટ્રેડ-ઇન ઓફરનો ફાયદો સિલેક્ટેડ ઓફિશલ એપલ સ્ટૉર પરથી મળશે. ખાસ વાત છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સના બદલામાં પણ યૂઝર્સને ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે. સેમસંગ અને વનપ્લસના સ્માર્ટફોન્સ એક્સચેન્જ કરવા પર 11,000 થી લઇને 36,000 રૂપિયા સુધીની ટ્રેડ-ઇન વેલ્યૂ મળી શકે છે.

અહીં જુઓ ટ્રેડ-ઇન ઓફર લિસ્ટ.....