1000થી ઓછી કિંમતે મળી રહ્યાં છે આ શાનદાર વાયરલેસ હેડફોન, જાણો હેડફોન વિશે......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2021 01:46 PM (IST)
માર્કેટમાં એવા ઘણા હેડફોન ઉપલબ્ધ છે જે ઓછી કિંમતે શાનદાર સાઉન્ડ અને ક્વૉલિટી આપે છે, અહીં અમે તમને 1000થી ઓછી કિંમતના સારા હેડફોન બતાવી રહ્યાં છીએ, જાણો અહીં.....
(પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ જો તમે સસ્તી કિંમતે સારા હેડફોન લેવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમે એક બેસ્ટ વાયરલેસ હેડફોન ખરીદી શકો છો. આ માટે તમારી પાસે ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે. માર્કેટમાં એવા ઘણા હેડફોન ઉપલબ્ધ છે જે ઓછી કિંમતે શાનદાર સાઉન્ડ અને ક્વૉલિટી આપે છે, અહીં અમે તમને 1000થી ઓછી કિંમતના સારા હેડફોન બતાવી રહ્યાં છીએ, જાણો અહીં..... Zebronics Zeb-Thunder -- આ વાયરલેસ હેડફોન બૉડીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં સૉફ્ટ ઇયર કપ આપવામાં આવ્યા છે. હેડફોનમાં બિલ્ટ ઇન માઇકની સાથે દમદાર બેટરી મળે છે, જે સિંગલ ચાર્જમાં 9 કલાક બેકઅપ આપે છે. આની કિંમત છે 699 રૂપિાય છે. Sound One V10 -- આમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ વર્ઝન 5.0 છે, જેની રેન્જ 10 મીટર છે. 200mAhની બેટરી આપવામાં આવી છે, જે 8 થી 10 કલાકનો બેકઅપ આપે છે. યૂઝર્સને Sound One V10 હેડફોનમાં શાનદાર સાઉન્ડ માટે 40mm ડ્રાઇવર્સ મળે છે. આની કિંમત 790 રૂપિયા છે. Leaf Bass -- આકર્ષક ડિઝાઇન, બેસ્ટ સાઉન્ડ માટે ડીપ બાસની સાથે 40mmના ડ્રાઇવેર્સ પણ છે. હેડફોનમાં Hi-Fi માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આના દ્વારા યૂઝર્સ કૉલ પર વાત કરી શકે છે. પાવરફૂલ તબેટરી મળશે. કંપનીનો દાવો છે કે આની બેટરી 10 કલાકનો બેકઅપ આપે છે, આની કિંમત 899 રૂપિયા છે.