ભારતીયોને એપલનો કયો iPhone સૌથી વધુ ગમ્યો, કંપનીએ ભારતમાં આ મૉડલના કેટલા લાખ ફોન વેચ્યા, જાણો આંકડો......
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Jan 2021 10:49 AM (IST)
2020ની ચોથી ત્રિમાસિકમાં કંપનીએ લગભગ 15 લાખ iPhone વેચી નાંખ્યા. આ ગયા વર્ષની સરખામણીમાં 100 ટકા વધુ છે. જાણો Appleનુ કયુ મૉડલ લોકોને સૌથી વધુ પસંદ આવ્યુ છે
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ એપલે ફરી એકવાર સાબિત કરી દીધુ છે કે તેના ફોન ભારતમાં બહુજ પસંદ કરવામાં આવી રહ્યાં છે. દેશમાં આ વર્ષે Apple iPhoneની ખુબ ડિમાન્ડ રહી, અને કંપનીએ જબરદસ્ત વેચાણ કર્યુ છે. 2020ની ચોથી ત્રિમાસિકમાં કંપનીએ લગભગ 15 લાખ iPhone વેચી નાંખ્યા. આ ગયા વર્ષની સરખામણીમાં 100 ટકા વધુ છે. જાણો Appleનુ કયુ મૉડલ લોકોને સૌથી વધુ પસંદ આવ્યુ છે. આ આઇફોનનુ થયુ જોરદાર વેચાણ... એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2020 ની ચોથી ત્રિમાસિક દરમિયાન Appleના iPhone 11, iphone XR અને iPhone SE જેવા મૉડલ્સની જબરદસ્ત ડિમાન્ડ રહી અને સૌથી વધુ સેલ કંપનીના લેટેસ્ટ મૉડલ iPhone 12 ફોનનુ થયુ છે. આ ત્રિમાસિકમાં Appleનો માર્કેટ શેર 4 ટકા રહ્યો, જ્યારે વર્ષ 2020માં કુલ 60 ટકાની સાથે 32 લાખ યૂનિટ્સની સેલ થઇ હતી. વળી, Apple iPadના સેલમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ઓનલાઇન સ્ટૉરથી થયો મોટો ફાયદો.... ગયા વર્ષે Appleએ ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટૉર પણ લૉન્ચ કર્યો હતો. જેમાં કસ્ટમર્સને કેટલાય પ્રકારના ફાયદા મળી રહ્યાં હતા. સાથે જ AppleCare+ જેવી સુવિધા પણ આ અંતર્ગત મળી રહી છે. આ ઉપરાંત Apple પોતાના iPhone 11 સ્માર્ટફોનને ખરીદવા પર AirPods બિલકુલ ફ્રી આપી રહી છે, આ સેલ વધવાના મુખ્ય કારણોમાનુ એક છે.