નવી દિલ્હીઃ WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકો આ એપનો ઉપયોગ કરે છે. આમાં ઘણા સિક્યોરિટી ફિચર્સ છે. જેમાંથી એક યુઝરને બ્લોક કરવાનું છે. આ ફીચરની મદદથી જો કોઈ યુઝર બ્લોક થઈ જશે તો તે તમને વોટ્સએપ મેસેજ કે કોલ કરી શકશે નહીં.


જો તમારા કોઈ મિત્ર કે પરિવારે તમને WhatsApp પર બ્લોક કર્યા છે, તો તમે તેમને મેસેજ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જો કે તમે બ્લોક થયા પછી WhatsApp પર સીધો કોઈને મેસેજ કરી શકતા નથી, પરંતુ કેટલીક ટ્રિક્સની મદદથી તમે આ કામ કરી શકો છો. ચાલો જાણીએ તમે બ્લોક થવા છતાં કેવી રીતે મેસેજ કરી શકશો.


પ્રથમ રસ્તો એ છે કે કોમન ફ્રેન્ડની મદદ લો. આ માટે તમે કોમન ફ્રેન્ડને મેસેજ કરીને એક વોટ્સએપ ગ્રુપ બનાવી શકો છો, જેમાં તમે ત્રણેય છો. આ પછી જો તમારો કોમન ફ્રેન્ડ ગ્રુપમાંથી બહાર નીકળી જાય છે તો આ ગ્રુપ વ્યક્તિગત ચેટ હેઠળ હશે. આમાં તમે બંને ચેટ કરી શકો છો.


એકાઉન્ટ ડિલિટ કરવું પડશે


બીજી રીત તમારે તમારું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવું પડશે. આમ કરવાથી તમે અનબ્લોક થઇ જશો. જોકે, એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારો ડેટા પણ ડિલીટ થઈ જશે. આવી કોઈ એપ્લિકેશન નથી જેની મદદથી તમે WhatsApp પર અનબ્લોક થઇ જશો.


     1.સૌથી પહેલા યુઝર્સે વોટ્સએપના સેટિંગ મેનુમાં જવું પડશે.



  1. અહીં તમારે એકાઉન્ટ સેટિંગ્સમાં જવું પડશે. ત્યારબાદ તમને ડિલીટ એકાઉન્ટનો વિકલ્પ મળશે.

  2. હવે તમારો મોબાઈલ નંબર ઉમેર્યા પછી તમારે ડિલીટ એકાઉન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

  3. એકાઉન્ટ ડિલીટ કર્યા પછી તમારે વોટ્સએપ રીઇન્સ્ટોલ કરવું પડશે.

  4. આ પછી તમે એવા યુઝરને મેસેજ પણ કરી શકશો જેણે તમને બ્લોક કર્યા છે.