Trai New Recharge Rule: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રિચાર્જ વિના સિમ કાર્ડને લાંબા સમય સુધી એક્ટિવેટ રાખવાની છૂટ આપવામાં આવી છે. જો તમે તમારા ફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરો છો, તો આ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે જે લોકો તેમના ફોનમાં ડ્યુઅલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓએ ઓછામાં ઓછું રિચાર્જ કરવું પડશે જેથી સિમ કાર્ડ બ્લોક ન થાય. આ મામલે ટ્રાઈએ મોબાઈલ યુઝર્સને થોડી રાહત આપી છે. તેનો અર્થ એ છે કે સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના લાંબા સમય સુધી એક્ટિવ રાખી શકાય છે, તો ચાલો જાણીએ કે Jio, Airtel, Vodafone Idea અને BSNL સિમને રિચાર્જ કર્યા વિના કેટલા દિવસ એક્ટિવેટ રાખી શકાય છે.
જિયો સિમ કાર્ડ વેલિડિટી રૂલ
રિલાયન્સ જિયો સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. 90 દિવસ પછી સિમ ફરીથી એક્ટિવેટ કરાવવું પડશે. તમારા છેલ્લા રિચાર્જ પ્લાનના આધારે ઇનકમિંગ કોલ્સ એક મહિના અથવા થોડા અઠવાડિયા માટે બ્લોક થઈ શકે છે. આ પછી પણ જો સિમ કાર્ડ રિચાર્જ ન થાય તો તે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે. સાથે નંબર પણ કોઇ અન્ય યુઝર્સને આપી દેવામાં આવશે.
એરટેલ સિમ કાર્ડ વેલિડિટીના નિયમો
એરટેલ સિમ કાર્ડને કોઈપણ રિચાર્જ વિના 90 દિવસ કે તેથી વધુ સમય માટે એક્ટિવ રાખી શકાય છે. આ પછી યુઝરને 15 દિવસનું વધારાનું ડિસ્કાઉન્ટ મળે છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સે રિચાર્જ કરાવવું ફરજિયાત છે. જો આ કરવામાં નહીં આવે તો મોબાઇલ નંબર હંમેશા માટે બંધ થઈ જશે. તેમજ તે સિમ બીજા કોઈને ફાળવવામાં આવશે.
વોડાફોન-આઈડિયા સિમ કાર્ડ વેલિડિટીના નિયમો
યુઝર્સ રિચાર્જ કર્યા વિના 90 દિવસ સુધી તેમના સિમ કાર્ડને એક્ટિવ રાખી શકે છે. જો તમે તમારા સિમને એક્ટિવ રાખવા માંગતા હોવ તો તમારે તેને ઓછામાં ઓછા 49 રૂપિયામાં રિચાર્જ કરવું પડશે.
BSNL સિમ કાર્ડ વેલિડિટીના નિયમો
સરકારી ટેલિકોમ કંપની BSNL ના સિમ કાર્ડને રિચાર્જ કર્યા વિના મહત્તમ દિવસો સુધી એક્ટિવ રાખી શકાય છે. તેને રિચાર્જ કર્યા વિના લગભગ 180 દિવસ સુધી એક્ટિવ રાખી શકાય છે. આ લાંબો પ્લાન એવા યુઝર્સ માટે સારો વિકલ્પ હશે જેઓ વારંવાર રિચાર્જ કરવાનું ટાળવા માંગે છે.
20 રૂપિયામાં 30 દિવસનો પ્લાન
જો કોઈ સિમ 90 દિવસ સુધી એક્ટિવેટ રહે છે, અને તેમાં 20 રૂપિયાનું બેલેન્સ છે, તો આગામી 30 દિવસ સુધી સિમ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં તમે 120 દિવસ સુધી સિમ કાર્ડનો ઉપયોગ કરી શકશો.