નવી દિલ્હીઃ વૉટ્સએપની નવી પૉલીસીની જાહેરાત બાદથી આના વિવાદ વધી ગયો છે. જોકે કંપની તરફથી સ્પષ્ટતા પણ કરી દેવામાં આવી છે આમ છતાં યૂઝર્સ કદાચ આ એપ પર વિશ્વાસ નથી કરી રહ્યાં. આ જ કારણે વૉટ્સએપની પ્રતિદ્વંદ્વી ગણાતી એપ્સને યૂઝર બેઝ રાતોરાત વધી રહ્યો છે. આ લિસ્ટમાં સિગ્નલ અને ટેલિગ્રામ મોખરે છે, આ બન્ને એપ્સના યૂઝર્સની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. જાણો કેટલા વધ્યા યૂઝર્સ......


આટલા વધ્યા સિગ્નલ એપના યૂઝર્સ.....
આંકડા પ્રમાણે વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલીસી બાદ દુનિયાભરમાં 246,000 યૂઝર્સે સિગ્નલ એપ ડાઉનલૉડ કરી છે. અત્યાર સુધી 8.8 મિલિયન લોકોએ આને ડાઉનલૉડ કરી છે. ડાઉનલૉડ કરનારા મોટાભાગના યૂઝર્સ ભારતના છે, જ્યાં 12 હજારથી 27 લાખ વાર આ એપ ડાઉનલૉડ કરવામાં આવી છે. વળી યૂકેમાં 7400 થી 191000 ડાઉનલૉડ અને યુએસમાં 63 હજારથી 11 લાખ લોકો આને ડાઉનલૉડ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે સિગ્નલ એપને ડાઉનલૉડ કરવાની સલાહ ટેસ્લાના સીઇઓ એલન મસ્કે પણ આપી હતી, આ પછી આના યૂઝર્સ ઝડપથી વધી ગયા હતા.

Telegram યૂઝર્સની સંખ્યામાં થયો વધારો...
વળી, દુનિયાભરમાં 25 થી 30 મિલિયનથી વધુ લોકો ટેલિગ્રામ ડાઉનલૉડ કરી ચૂક્યા છે. સિગ્નલ એપની સરખામણીમાં ટેલિગ્રામને વધુ પૉપ્યૂલારિટી મળી છે. એકલા બ્રિટનમાં માત્ર બે અઠવાડિયામાં ડાઉનલૉડની સંખ્યા 47,000થી વધીને 110,000 થઇ ગઇ છે. છેલ્લા 72 કલાકમાં 25 મિલીયનથી વધુ લોકોએ ટેલિગ્રામ ડાઉનલૉડ કરવામાં આવી છે. આના મંથલી એક્ટિવ યૂઝર્સની સંખ્યા 500 મિલીયનના પાર થઇ ચૂકી છે. આ બધાની વચ્ચે વૉટ્સએપનો ગ્લૉબલ ડાઉનલૉડ 11.3 મિલિયનથી ઘટીને 92 મિલિયન રહી ગયો છે.