WhatsApp ભારતમાં ખૂબ જ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. આ એપનો દાવો છે કે તેના દ્વારા દરરોજ કરોડો મેસેજ ટ્રાન્સફર થાય છે. પરંતુ, ઘણી વખત તમે ઇચ્છો છો કે વોટ્સએપ પર તમને કોઈ મેસેજ ના મોકલે. તમે તેના મેસેજને સાયલન્સને કરી શકતા નથી.


એટલે કે જો તમારો મોબાઈલ ડેટા કે વાઈ-ફાઈ ચાલુ હશે તો તમને મેસેજ મળશે. તમે WhatsAppના બેકગ્રાઉન્ડ ડેટાને બંધ કરીને પણ નવા નોટિફિકેશનને બંધ કરી શકતા નથી. ઘણા લોકો બ્લુ ટિક બંધ કરી દે છે, પરંતુ તેનાથી નવા મેસેજ પણ આવતા રોકી શકતા નથી.


બ્લુ ટિક બંધ કરવાથી માત્ર મોકલનાર જ જાણી શકશે નહીં કે તમે મેસેજ વાંચ્યો છે કે નહીં. જેવી જ તમે મેસેજિંગ એપ ખોલશો, તે અન્ય યુઝર્સને તમારું ઓનલાઈન સ્ટેટસ બતાવશે. હજી સુધી તેને છુપાવવાનો કોઈ વિકલ્પ નથી.


આવી સ્થિતિમાં જો તમે વોટ્સએપને ડિલીટ કર્યા વિના તેનાથી ડિસ્કનેક્ટ થવા માંગતા હોવ, તો અહીં સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જણાવવામાં આવી રહી છે. આ પ્રક્રિયા એકદમ સરળ છે. આમાં 1 મિનિટથી ઓછો સમય લાગશે. આ માટે તમારે માત્ર એક સેટિંગ બદલવું પડશે.


આ માટે તમારે પહેલા WhatsApp પર લોંગ પ્રેસ કરવું પડશે. આ પછી તમને એપ ઇન્ફો અને અનઇન્સ્ટોલનો વિકલ્પ મળશે, જેમાંથી તમારે એપ ઇન્ફો આઇકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોર્સ સ્ટોપના બટન પર ક્લિક કરવાનું રહેશે.


બેકગ્રાઉન્ડમાંથી WhatsApp બંધ કરો. આ પછી તમને તેના પર નવા મેસેજ નહીં મળે. જે પણ સેન્ડર તમને વોટ્સએપ કરશે તેને ફક્ત સિંગલ ટિક જ જોવા મળશ. એટલે કે મેસેજ તમારી સુધી પહોંચ્યો જ નથી. આ રીતે તમે વોટ્સએપ અનઇન્સ્ટોલ કર્યા વિના નવા મેસેજનું નોટિફિકેશનને બંધ કરી શકો છો. જ્યારે તમે એપને ફરીથી ખોલશો ત્યારે તમને ફરીથી બધા મેસેજ મળવાનું શરૂ થશે.