નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર હંમેશા error જોવા મળે છે. વૉટ્સએપ પર લખેલુ આવે છે 'WhatsApp has stopped' આ પછી આ એપ કામ કરવાનું બંધ કરી દે છે. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ બતાવીશું, જેનાથી તમે આ એરરમાંથી મુક્ત થઇ શકશો.


ક્લિકર કરો Cache
જો તમારા WhatsAppમાં error આવી રહ્યું છે, તો આ એપની Cache ક્લિકર કરી લો. કૈચ ક્લિયર કઇ રીતે કરવાની છે, તેના વિશે અમે તમને બતાવી રહ્યં છીએ.

આ રીતે ક્લિયર કરો Cache
1. સૌથી પહેલા મોબાઇલના સેટિંગમાં જાઓ અને એપ એન્ડ નૉટિફિકેશન પર ટેપ કરો.
2. હવે See All Apps ઓપ્શન્સ પર ટેપ કરો.
3. આટલુ કર્યા બાદ હવે WhatsApp પર ટેપ કરો.
4. હવે storage and cache ઓપ્શન પર ટેપ કરો.
5. હવે WhatsAppના Clear Cache ઓપ્શન પર ટેપ કરીને વૉટ્સએપની Cache ક્લિયર કરી શકો છો.



WhatsAppને કરો Update
કેટલીય વાર એવુ થાય છે કે આપણે WhatsAppનુ જુનુ વર્ઝન ચલાવી રહ્યાં હોઇએ છીએ. એકસમય સુધી આ વર્ઝન કામ કરે છે, પછી તેમાં એરર આવવા લાગે છે. WhatsAppમાં error આવવાનુ આ પણ એક કારણ છે. જો તમે ઇચ્છતા હોય કે તમારી એપ યોગ્ય રીતે કોઇપણ જાતની અટકણ વગર કામ કરે, તો આને સમય સમય પર અપડેટ કરતા રહો.

Reinstall કરો WhatsApp
જો આટલુ કર્યા બાદ પણ તમારુ WhatsApp પર તે જ error આવી રહી હોય, તો તમે એપને ડિલીટ કરીને ફરીથી ગૂગલ પ્લે સ્ટૉર પરથી ડાઉનલૉડ કરી લો. આમ કરવાથી તમારી એપ બરબર કામ કરવા લાગશે. આ ત્રણ રીતે તમે WhatsAppમાં આવેલી errorને દુર કરી શકો છો.