WhatsApp તમને સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ આપે છે જે તમારા WhatsApp એકાઉન્ટને વધુ સુરક્ષિત કરે છે. ટુ-સ્ટેપ વેરિફિકેશન સાથે તમે તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત કરી શકો છો. ટૂ સ્ટેપ વેરિફિકેશન સેટ કર્યા બાદ જ્યારે તમે પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો છો તો તમારા એકાઉન્ટ સુધી પહોચવા માટે છ નંબરનો પિન દાખલ કરવો પડશે.
જ્યારે તમે ટુ-સ્ટેપ વેરિફિકેશનને ઇનેબલ કરો છો ત્યારે તમારી પાસે તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનો વિકલ્પ હોય છે. જો તમે ક્યારેય તમારો પિન ભૂલી જાઓ તો WhatsApp તમને રીસેટ લિંક ઈમેલ કરી શકે છે અને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં પણ મદદ કરે છે. જો તમે ક્યારેય તમારો WhatsApp પિન ભૂલી જાઓ છો, તો તમે આ સ્ટેપને અનુસરીને તેને રીસેટ કરી શકો છો. આ પ્રક્રિયા iPhone અને Android બંને ઉપકરણો માટે સમાન છે.
આ રીતે પિન રીસેટ કરો
સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં WhatsApp ઓપન કરો.
હવે Forgot PIN? વિકલ્પ પર ટેપ કરો.
હવે સેન્ડ ઈમેલ પર ટેપ કરો. હવે તમારા રજિસ્ટર્ડ ઈમેલ પર રીસેટ લિંક પ્રાપ્ત થશે.
હવે ઇમેઇલમાં રીસેટ લિંકને ફોલો કરો અને કન્ફર્મ કરો
હવે WhatsApp એપ ખોલો.
હવે Forget Pin પર ટેપ કરો.
હવે PIN રીસેટ કરો.
તમારે ધ્યાન રાખવું જોઇએ કે વોટ્સએપને ડિલીટ કરવા અથવા ફરીથી ઇન્સ્ટોલ કરવાથી ટૂ-સ્ટેપ વેરિફિકેશન માટે પિન ડિસેબલ અથવા રીસેટ નહી થાય. જો તમે PIN રીસેટ કરવા માટે ઈમેલ એડ્રેસ આપ્યું નથી અથવા તમે તમારા એકાઉન્ટમાં PIN રીસેટ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઈમેલ એડ્રેસને તમે એક્સેસ કરી શકતા નથી, તો તમે સાત દિવસ પછી જ તમારો ટુ સ્ટેપ વેરિફિકેશન પિન રીસેટ કરી શકશો. વોટ્સએપના જણાવ્યા મુજબ, યુઝર્સ પાસે 7-દિવસની સમયમર્યાદા વધારવાનો અથવા એક વખત ટુ-સ્ટેપ વેરિફિકેશન ઇનેબલ થયા પછી તેમના એકાઉન્ટને ડિસેબલ કરવાનો કોઈ વિકલ્પ નથી.