નવી દિલ્હીઃ ભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કેટલાક ફિચર્સ એવા છે જેને તમે સારી રીતે યૂઝ કરતા હશો, જેવા કે રિંગટૉન, સ્ક્રીન, વૉલપેપર, હૉમ પેજ વગેરે. પરંતુ તમને ખબર છે કેટલાક ફિચર્સ એવા પણ છે જેના વિશે એન્ડ્રોઇડના મોટા ભાગના યૂઝર્સને તેના યૂઝ વિશે ખબર નથી હોતી.
આવી જ એક ફિચર્સ છે સ્પ્લિટ સ્ક્રીન. એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન ફિચર્સથી કોઇપણ યૂઝર્સ સ્માર્ટફોનમાં એકસાથે બે એપનો ઉપયોગ કરી શકે છે. આ ફિચરની મદદથી ફોનની સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ જાય છે. જો તમે એકસાથે બેથી વધારે એપ યૂઝ કરતા હોય તો આ ફિચર ખુબ કામનુ છે. અહીં અમને તમને આ સ્પ્લિટ સ્ક્રીનના ઉપયોગ વિશે સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યાં છીએ.
ફોનમાં સ્પ્લિટ સ્ક્રીનનો આવી રીતે કરો ઉપયોગ...
1 સ્પ્લિટ સ્ક્રીન માટે તમારે સૌથી પહેલા ફોનની સ્ક્રીન પર જવુ પડશે. અહીં તમને રિસેન્ટ એપ્સના બટન દેખાશે જેના પર ક્લિક કરો, હવે અહીં તમને રિસેન્ટ એપ્સ દેખાશે.
2 હવે તમે જે એપ્સને સ્પ્લિટ સ્ક્રીન તરીકે ઉપયોગ કરવા માંગો છો, તેને તમારે હૉલ્ડ કરીને રાખવી પડશે.
3 હવે તમારી સામે મેન્યૂ બૉક્સ ઓપન થશે, જેમાં Use in Split Screen Viewનો ઓપ્શન દેખાશે. તમારે આના પર ક્લિક કરવાનુ છે.
4 હવે તમે જેને અડધી સ્ક્રીન તરીકે યૂઝ કરવા ઇચ્છો છો, તેને બીજી સ્ક્રીન પર ક્લિક કરો.
5 અહીં તમે તમારા પ્રમાણે વિન્ડોની સાઇઝને એડજસ્ટ કરી શકો છો, અહીં તમને એક બ્લેક લાઇન દેખાશે, જેને તમને ઓછી કે વધારે કરી શકો છો.
તમે તમારા સ્માર્ટફોનમાં એકસાથે બે સ્ક્રીન યૂઝ કરી શકો છો, આનાથી તમને વધુ યૂઝ કરનારી એપ્સને સર્ચ કરવામાં આસાની રહેશે. ધ્યાન રહે આ સ્પ્લિટ સ્ક્રીન ફિચરને તમે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ વર્ઝન 9.0 પાઇ અને એન્ડ્રોઇડ 10 પર જ ઉપયોગ કરી શકો છો.
સ્પ્લિટ સ્ક્રીનથી એકસાથે કરો બે એપનો ઉપયોગ, જાણો અહીં આસાની રીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 04:07 PM (IST)
એન્ડ્રોઇડમાં સ્પ્લિટ સ્ક્રીન ફિચર્સથી કોઇપણ યૂઝર્સ સ્માર્ટફોનમાં એકસાથે બે એપનો ઉપયોગ કરી શકે છે. આ ફિચરની મદદથી ફોનની સ્ક્રીન બે ભાગમાં વહેંચાઇ જાય છે. જો તમે એકસાથે બેથી વધારે એપ યૂઝ કરતા હોય તો આ ફિચર ખુબ કામનુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -