નવી દિલ્લી: ચીનની હુવેઈ કંપનીએ ગુરૂવારે ભારતમાં સ્કેચ ટુ સ્કેલ કંપની સાથે મળી ભારતમાં સ્માર્ટફોન બનાવવાની જાહેરાત કરી છે. સ્માર્ટફોનું ઉત્પાદન ચેન્નઈમાં કરવામાં આવશે, જે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં ચાલુ કરવામાં આવશે. આ ફેક્ટ્રીની ક્ષમતા 2017 સુધીમાં 30 લાખ સ્માર્ટફોન બનાવવાની છે. કંપની દ્વારા ઓનર હુવેઈ સ્માર્ટફોનનું નિર્માણ કરવામાં આવશે.

કેંદ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક કાર્યક્રમમાં કહ્યું ‘હુ હુવેઈને મેક ઈન ઈંન્ડિયામાં જોડાવા બદલ શુભેચ્છા પાઠવું છુ. ભારત સ્માર્ટફોનની દુનિયામાં  બીજા નંબરનું સૌથી મોટુ બજાર છે. સરકાર અન્ય કંપનીઓને પણ ભારત આવી ઉત્પાદન શરૂ કરવા માટે નિમંત્રણ પાઠવે છે.