Realme 6 અને Realme C11 પર મળી રહી છે ભારે છૂટ
ફ્લિપકાર્ટના આ સેલમાં Realme 6ના 6GB+ 64GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોન પર તમે અહીં 17,999 રૂપિયાની જગ્યાએ 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. વળી Realme C11ના 2GB+ 32GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર પણ 2000 રૂપિયાની છૂટ મળી રહી છે. સેલમાં તમે આ ફોનને 8,999 રૂપિયાની જગ્યાએ 6,999 રૂપિયામાં ઓર્ડર કરી શકો છો.
Realme C12 અને Realme 6 Pro પર પણ ભારે ડિસ્કાઉન્ટ
આ ઉપરાંત Realme C12ના 3GB+ 32GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટને તમે 10,999 રૂપિયાની જગ્યાએ માત્ર 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ Realme 6 Proને ફ્લિપકાર્ટના આ સેલમાં 15,999 રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો.
આના પર પણ શાનદાર ઓફર
આ લિસ્ટમાં Realme Narzo 20 Proનુ નામ પણ સામેલ છે. આ ફોનને 16,999 રૂપિયાની જગ્યા 13,999 રૂપિયામાં ખરીદવાનો મોકો મળી રહ્યો છે. એટલુ જ નહીં Realme 7ને પણ માત્ર 14,999 રૂપિયામા ઓર્ડર કરી શકો છો. સાથે જ Realme 7 Proને તમે 19,999 રૂપિયામાં ખરીદી શકો છો.