Mi 10iને રેડમી નૉટ 9 પ્રો 5જીનું રિબ્રાન્ડેડ વર્ઝન માનવામાં આવી રહ્યું છે, જે ગયા મહિને ચીનમાં રેડમી નૉટ 9 4જી અને રેડમી નૉટ 9 5જીની સાથે ડેબ્યૂ થયો હતો. આમાં 8જીબી રેમ અને કેટલાય કલર ઓપ્શન આવવાની આશા છે.
શ્યાઓમી ઇન્ડિયાના પ્રબંધ નિદેશક મનુ કુમાર જૈને લગભગ દોઢ મિનીટના વીડિયોમા કહ્યું કે હવે અમે Mi 10i નામથી Mi બ્રાન્ડ અંતર્ગત પોતાનો બ્રાન્ડ ન્યૂ ફ્લેગશિપ સ્માર્ટફોન લૉન્ચ કરવા જઇ રહ્યાં છીએ. આ આ વર્ષ લૉન્ચ માટે અમારા ફોન Mi 10, Mi 10T અને Mi 10T Proનુ એક એક્સ્ટેન્શન છે..... આ વૈશ્વિક સ્તર પર લૉન્ચ કરવામાં આવેલા Mi 10 લાઇટનુ પણ એક્સટેન્શન છે.
Mi 10iની સંભવિત સ્પેશિફિકેશન
શ્યાઓમી Mi 10iમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમરો હોવાની પુષ્ટિ સોશ્યલ મીડિયા પર ટીજર દ્વારા કરવામાં આવી છે. સાથે જ આની બેક સાઇડમાં ચાર કેમેર સેન્સર હશે.
Mi 10iના બે અલગ અલગ વેરિએન્ટ હોવાની સંભાવના છે. જેમાં 6જીબી અને 8જીબી રેમનુ ઓપ્શન અને 128જીબી ઓનબોર્ડ સ્ટૉરેજ હોઇ શકે છે. સ્માર્ટફોન બ્લૂ, બ્લેક અને ગ્રેડિએન્ટ ઓરેન્જ કે બ્લૂ કલર ઓપ્શમાં મળી શકે છે.