નવી દિલ્હીઃ મોટેભાગે આપણા ફ્રેન્ડલિસ્ટમાં કેટલાક એવા લોકો હોય છે જેની સાથે આપણે સીક્રેટ ચેટ કરતા હોવ છો અને એવું ઇચ્છતા હોઈએ કે ચેટ તમારા સિવાય કોઈ ન વાંચે. તેને લઈને અમે તમને એક ઇન્ટરેસ્ટિંગ ટ્રિક જણાવીશું જેની મદદથી તમે તમારી ચેટ બીજાથી હાઈડ કરી શકશો અને સાથે જ જ્યારે તમારી મરજી હોય ત્યારે આ ચેટને ફરીથી તમે જોઈ શકો છો.

આ ફીચરની મદદથી હાઈડ કરો ચેટ

આપણામાંથી ઘણાં એવા લોકો છે જેણે whatsAppના આ ફીચર વિશે ખબર નહીં હોય. whatsAppમાં Archive Chats ફીચરની મદદથી તમે સીક્રેટ ચેટ હાઈડ કરી શકો છો. તેના દ્વારા તમારી સીક્રેટ ચેટ વ્હોટ્સએપ પર જોવા નહીં મળે. તમે સિંગલ ચેટ અથવા ગ્રુપ ચેટ બન્નેને આર્કાઈવ કરી શકો છો.

આ રીતે હાઈડ કરો ચેટ

સીક્રેટ ચેટ હાઈડ કરવા માટે વ્હોટ્સએપ ખોલો.

હવે તમારે જે ચેટ છુપાવવી છે તેના પર લોંગ પ્રેસ કરી રાખો.

લોંગ પ્રેસ રાખ્યા બાદ ઉપરની બાજુ તમને Archiveનું ઓપ્શન  જોવા મળશે.

હવે તમારે Archiveના ઓપ્શનને સિલેક્ટ કરવાનું રહેશે.

આર્કાઈવ સીલેક્ટ કરવા પર તમારી ચેટ હાઈડ થઈ જશે.

આ રીતે પરત લાવી શકો છો ચેટ

ચેટ પરત લાવવા માટે વ્હોટ્સએપ ખોલો.

ત્યાર બાદ ચેટ સ્ક્રીનમાં સ્ક્રોલ કરતાં સૌથી નીચે જાવ.

નીચે તમને Archivedનું ઓપ્શન જોવા મળશે, તેના પર ટેપ કરો.

Archived પર લોંગ પ્રેસ કરી રાખો અને Unarchive આઇકોન પર ટેપ કરો.

આ રીતે તમે હાઈડ થયેલ સીક્રેટ ચેટને પરત લઈ શકો છો.