યુઝર્સ ફોટો શેયરિંગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની ફરિયાદ કરી રહ્યા છે. આ અંગે યુઝર્સ ટ્વિટર પર ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સે ફરિયાદ કરી હતી કે ઇન્સ્ટાગ્રામ પર તેમને ફોટો અને વીડિયો પોસ્ટ કરવામાં અને મ્યૂઝિક સાંભળવામાં સામનો કરવો પડી રહ્યો છે.






રિપોર્ટ અનુસાર, 56 ટકા યુઝર્સને ઇન્સ્ટાગ્રામ એપમાં સમસ્યા આવી રહી છે, જ્યારે 23 ટકા યુઝર્સને લોગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે. 21 ટકા યુઝર્સે સર્વર એરર અંગે ફરિયાદ કરી છે. ઇન્સ્ટાગ્રામ ઉપરાંત ઘણા ફેસબુક યુઝર્સે પણ આઉટેજની ફરિયાદ કરી છે. ફેસબુક યુઝર્સની ટાઈમલાઈન રિફ્રેશિંગ થઇ રહી નથી.






એક મહિનામાં ઇન્સ્ટાગ્રામનું સર્વર બીજી વખત ડાઉન થયું છે. આ પહેલા ગયા મહિને 21 મેના રોજ પણ ઈન્સ્ટાગ્રામ કેટલાંક કલાકો સુધી અટકી ગયું હતું. ઇન્સ્ટાગ્રામમાં ટેક્નિકલ બગના કારણે આવું થયું છે. ઈન્સ્ટાગ્રામના આ બગને કારણે સમગ્ર વિશ્વમાં 1,80,000 યુઝર્સના એકાઉન્ટ પ્રભાવિત થયા હતા.






એપ્પલ યૂઝર્સને વૉટ્સએપ લાવી રહ્યું છે આ મોટુ અપડેટ


વૉટ્સએપ ડેસ્કટૉપ પર પોતાની એપને બેસ્ટ બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. કંપનીએ થોડાક સમય પહેલા જ વિન્ડોઝ યૂઝર્સ અને મેક યૂઝર્સ માટે UIમાં કેટલાક ફેરફાર કર્યા હતા. હવે મેક પર કંપની ટૂંક સમયમાં લોકોને વૉટ્સએપ ગૃપ ઓડિયો અને વીડિયો કૉલનો ઓપ્શન આપવા જઈ રહ્યું છે, અગાઉ આ ફિચર ડિસેબલ હતુ. 


વૉટ્સએપના ડેવલપમેન્ટ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfo અનુસાર, કંપની WhatsApp ગૃપ ઓડિયો અને વીડિયો કૉલ ફિચર પર કામ કરી રહી છે, જે હમણાં જ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે MacOS પર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ ફિચરની મદદથી યૂઝર્સ એક સમયે 7 લોકોને ગૃપ વીડિયો કૉલ અને 32 લોકોને ઓડિયો કૉલ કરી શકે છે. તમે એવા લોકોને પણ ગૃપ કૉલ કરી શકો છો કે જેઓ ગૃપમાં એડ નથી થયા. આ માટે તમારે કૉલ સેક્શનમાં જવું પડશે અને Create call પર ક્લિક કરવું પડશે અને લોકોને એડ કરો અને તેમને કૉલ કરો