CASHe Loan on Whatsapp : મુંબઇની પર્સનલ લૉન પ્લેટફોર્મ CASHeએ વૉટ્સએપ ક્રેડિટ કાર્ડ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, આના દ્વારા વૉટ્સએપ યૂઝર્સ ઇન્સ્ટન્ટ લૉન લઇ શકે છે, તે પણ ડૉક્યૂમેન્ટેશન, એપ ડાઉનલૉડ કે એપ્લીકેશન ફોર્મ ભર્યા વિના. આ સર્વિસનો યૂઝ કરવા માટે કેશેના અધિકારિક વૉટ્સએપ નંબર પર "Hi" લખીને સેન્ડ કરવુ પડશે. કંપનીએ દાવો કર્યો છે કે આ રીતની સર્વિસ આપનારી તે પહેલી ફિનટેક એન્ટરપ્રાઇઝ છે. 


અહીં જાણો કઇ રીતે મળશે લૉન ?
CASHe એઆઇ પાવર્ડ બૉટ દ્વારા આ સર્વિસને ઓપરેટ કરી રહી છે. ઇન્સ્ટન્ટ લૉન મેળવવા માટે તમારે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે. 
કેશેની મદદથી ઇન્સ્ટન્ટ લૉન માટે તમારે પહેલા +91 80975 53191 નંબર સેવ કરીને તેના પર hi નો મેસેજ મોકલવાનો છે.
મેસેજ મોકલતા જ તમારી પાસે બે ઓપ્શન આવશે, ગેટ ઇન્સ્ટન્ટ ક્રેડિટ અને ઓપ્શન. લૉન લેવા માટે તમારે ગેટ ઇન્સ્ટન્ટ ક્રેડિટ પર ક્લિક કરવાનુ છે. 
પછી તમારા પાન કાર્ડમાં જે તમારુ નામ લખેલુ છે તેને નોંધો.
હવે કેશેની પ્રાઇવસી પૉલીસ અને ટર્મ્સ એન્ડ કન્ડીશનને કન્ફોર્મ કરવા પડશે.
આ પ્રૉસેસ બાદ તમારી સ્ક્રીન પર તમારો પાન નંબર આવશે, આને કન્ફોર્મ કરો.
પછી પ્રૉસીડ ટૂ ચેક DOB પર ક્લિક કરો. 
હવે બૉટ તમારી KYC ચેક કરશે.
KYC કન્ફોર્મ થયા બાદ તમારુ એડ્રેસ સામે આવી જશે, જેને ચેક કરીને કન્ફોર્મ કરો.
અહીં પુરેપુરી પ્રૉસેસ થયા બાદ તમારે એ બતાવવામાં આવશે કે તમને લૉન મળશે કે નહીં.


કેટલી મળશે મેક્સીમમ લૉન ?
આ આખી પ્રૉસેસમાં KYC ચેક અને વેરિફિકેશનની પ્રૉસેસ પુરી કરી લેવામાં આવશે, આ પછી તમારી ક્રેડિટ લાઇન નક્કી કરવામાં આવશે. એ નક્કી કરવામાં આવશે કે તમને કેટલી મેક્સીમમ લૉન ઓફર કરી શકાય. આ ક્રેડિટ લાઇન તમરી તરફથી આપવામાં આવનારી જાણકારીઓના હિસાબે નક્કી કરવામાં આવશે. જાણકારી માટે બતાવવામાં આવે છે કે આ સર્વિસ સેલેરિડ કસ્ટમર્સ માટે છે.