નવી દિલ્હી: Whatsapp પરની પર્સનલ ચેટ્સ ડિલીટ કરવાનું ભૂલી જતા હોવ અને તેના કારણે તમને પકડાઈ જવાનો ડર લાગે છે, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે Whatsapp એક નવું અપડેટ લાવ્યું છે. જો તમે સેટિંગ્સમાં જઈને આ વિકલ્પને ઓન કરો છો તો તમારી પર્સનલ ચેટ જાતે જ ડિલિટ થઇ જશે. Whatsapp એ તેને 'Disappearing Messages' નામ આપ્યું છે.


કેવી રીતે ઓન કરી શકો છો આ ઓપ્શન?


જો તમે પણ મેસેજ ડિલીટ કરવાનું ભૂલી જાવ છો, તો તમે પણ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. આ ઓપ્શનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે થોડા સમય પછી તમારી ચેટને ઓટોમેટીક ડિલિટ કરી દેશે. આ માટે તમારે કોઈ ઓપ્શન પણ બદલવાની પણ જરૂર નથી. હવે અમે તમને જણાવીએ તે તમે આ ઓપ્શનને કેવી રીતે ઓન કરી શકો છો. સૌથી પહેલા તમારે Whatsapp ઓપન કરવું પડશે. બાદમાં તમે અહીં તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં જાવ.


હવે જો તમે કોઈપણ કોન્ટેક્ટ સાથેની પર્સનલ ચેટ ડિલીટ કરવા ઈચ્છો છો, તો તમે તે સરળતાથી કરી શકશો. ચેટમાં ગયા પછી તમે સેટિંગ્સમાં જાવ. અહીં તમારે 'Disappearing Messages'નો વિકલ્પ ઓન કરવાનો રહેશે. આ વિકલ્પ પર જતા જ તમને '24 Hours, 7 Days, 90 Days અને Off' દેખાશે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમે કેટલા સમય સુધી ચેટ મેસેજ ડિલીટ કરવા માંગો છો.


જો તમે 24 કલાક એટલે કે 1 દિવસમાં ચેટ ડિલીટ કરવા માંગતા હોવ તો તમારે 24 કલાક પર ક્લિક કરવું પડશે. કોઇ પણ ઓપ્શન પસંદ કરશો ત્યારબાદ જે તે સમય પછી ચેટ જાતે જ ડિલીટ થવા લાગશે. ઉપરાંત, તેને ઓન કર્યા બાદ સામે વાળા યુઝર્સની પ્રોફાઇલ પિક્ચર સાથે એક સાઇન પણ દેખાશે.  તે જણાવશે કે થોડા સમય પછી ચેટ ડિલીટ થઈ જશે.


Post Office: ખુશખબર! જો તમારું પણ પોસ્ટ ઓફિસમાં ખાતું છે, તો તમને મળશે પૂરા 20 લાખ! જાણો કેવી રીતે લાભ મળશે?


કાર્તિકની મોટી છલાંગ, ICC ટી20 બેટિંગ રેન્કિંગમાં કાર્તિકનો 108 પૉઇન્ટને હાઇ જમ્પ, ઇશાન કિશન ટૉપ 10માં, જાણો


Agro Service Provider Scheme: ગુજરાતના ખેડૂતોને આ યોજનામાં સરકાર આપે છે 8.50 લાખ સુધીની સહાય, થશે એકસ્ટ્રા ઈન્કમ


જ્હાન્વીની બૉલ્ડનેસે ઉડાવ્યા હોશ, જમીન પર સૂતા સુતા આપ્યા સેક્સી પૉઝ, તસવીરો વાયરલ