રિપોર્ટ્સ અનુસાર બીટા વર્ઝનમાં ઉપલબ્ધ મોટા ભાગના ફીચર્સ iOS 14ના ફાઈનલ એપડેટમાં આપવાની સંભાવના છે. બીટા વર્ઝન વિશે વાત કરીએ તે એપલે Widgetને લઈને નવા ફીચર્સ રજૂ કર્યા છે. હવે તમે તમારી સ્ક્રીન પર થર્ડ પાર્ટી Widgetનો ઉપયોગ કરી શકો છો. તેની સાથે જ તમને Widgetની સાઈઝ પણ તમારા હિશાબે એડજસ્ટ કરવાનો વિકલ્પ મળશે.
એપ લાઇબ્રેરી
એપ લાઇબ્રેરીમાં તમને બીટા વર્ઝનમાં અનેક નવા ફીચર્સ મળશે. એપ લાઇબ્રેરીમાં Suggested અને Recently Added જેવી કેટેગરીને એપ લાઇબ્રેરીની હોમ સ્ક્રીનથી અલગ કરી શકાય છે. ઉપરાંત જે એપનો તમે ઉપયોગ વધારે કરે છો તેના iconને મોટા કરવાનો વિકલ્પ પણ મળશે. એપ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ એપને હોમ સ્ક્રીન પર સર્ચ કરવાનો વિકલ્પ પણ બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.
ફુલ સ્ક્રીન કોલ નોટોફિકેશનથી છૂટકારો
iOS 14માં ફુલ સ્ક્રીન કોલ નોટિફિકેશનથી મુક્તિ મળવાની નક્કી છે. બીટા વર્ઝનમાં કંપનીએ આ વિકલ્પ રજૂ કર્યો છે. હવે જો તમે ફોનનો ઉપયોગ કરી રહ્યા છો અને કોઈનો કોલ આવવા પર તે સ્ક્રીનના ઉપરની બાજી નાના ભાગમાં નોટિફિકેશન તરીકે જોવા મળશે.
મલ્ટી ટાસ્કિંગ ફીચરમાં થયા ફેરફાર
iOS 14ના બીટા વર્ઝનમાં કંપનીએ પિક્ચર ટૂ પિક્ચર મોડનું ટ્રાયલ પણ રજૂ કર્યું છે. આ ફીચર વિતેલા કેલાક સમયથી iPadમાં ઉપલબ્ધ હતું. પરંતુ હવે આઈફોનના યૂઝર્સ પણ પોતાના વીડિયોની સ્ક્રીનને નાની અથવા મોટી કરી શકે છે. એટલું જ નહીં આ મોડમાં તમે ગેમ અથવા મેસેજિંગ કરતા સમયે ફોનના કોઈ ભાગમાં વીડિયો પણ ચલાવી શકો છો.
આ બધા ઉપરાંત એપલે બીટા વર્ઝનમાં Siri અને સિક્યોરિટીને લઈને પણ ફેરફાર કર્યા છે. એપલ પોતાની નવી પ્રોડક્ટના લોન્ચ સાથે જ iOS 14ને લોન્ચ કરશે.