નવી દિલ્હી: Realmeએ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ Realme M1 Sonic ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ ટૂથબ્રશની ખાસિયત એ છે કે, આ ટૂથબ્રશ એક મિનિટમાં 34 હજાર વખત વાઈબ્રેટ થઈ શકે છે. ટૂથબ્રશમાં ચાર ક્લીનિંગ મોડ્સ સોફ્ટ, ક્લીન, વ્હાઈટ અને પોલિશ આપવામાં આવ્યા છે. ગ્રાહકો પોતાને અનુકૂળ આ મોડનો ઉપયોગ કરી શકશે.
કંપનીનો દાવો છે કે, ટૂથબ્રશ અસરકારક રીતે મોઢાના કોઈ પણ ભાગને સાફ કરી શકે છે. તેની સાથે ટૂથબ્રશમાં બ્લૂ ઈન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે. જે બ્રશ હેડને બદલવા માટે યૂઝરને એલર્ટ કરે છે.
આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1,999 રાખવામાં આવી છે અને ગ્રાહકો તેને રિયલમીની વેબસાઈટ તથા ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે. તેનું વેચાણ 10 સપ્ટેમ્બરથી શરુ થશે.
ટૂથબ્રશમાં 800mAh ની બેટરી ક્વિક ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. કંપનીના દાવા અનુસાર, બેટરી લાઈફ 90 દિવસની છે, એટલે કે આ બેટરીને એક વર્ષમાં ત્રણ વખત જ ચાર્જ કરવાની જરૂર પડશે. આ ટૂથબ્રશમાં 3.5mm થિન મેટલ ફ્રી બ્રશ બેડ આપવામાં આવ્યું છે, જે મોંમાં સેન્સેશન ઘટાડવામાં મદદ કરશે. કંપનીના દાવા અનુસાર 99.99 ટકા એન્ટીબેક્ટીરિયલ પ્રોપર્ટીવાળું છે.
રિયલમીએ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ M1 Sonic કર્યું લોન્ચ, જાણો શું છે કિંમત અને સ્પેસિફિકેશન્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 10:36 PM (IST)
આ ટૂથબ્રશ એક મિનિટમાં 34 હજાર વખત વાઈબ્રેટ થઈ શકે છે. કંપીએ દાવો કર્યો છે કે, બેટરી લાઈફ 90 દિવસની છે, એટલે કે એક વર્ષમાં ત્રણ વખત જ ચાર્જ કરવાની જરૂર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -