નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ બહુ જલ્દી પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમને રિલીઝ કરવાની છે, જેનુ નામ iOS 15 હશે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જૂનમાં આ નવી ઓપરેટિંગ સિસ્ટમ રૉલઆઉટ કરવામાં આવી શકે છે. વળી હવે આને લઇને એક મોટી ખબર મળી રહી છે કે આ iOS જુના ડિવાઇસમાં સપોર્ટ નહીં કરે, કેટલાક સિલેક્ટેડ આઇફોનમાં આ આઇઓએસ નહીં ચાલે.


કયા આઇફોન પર નહીં ચાલે નવી iOS....
ફ્રેન્ચ વેબસાઇટ iPhoneSoft અનુસાર કંપનીના iPhone 6s, iPhone 6s Plus અને વર્ષ 2016માં લૉન્ચ થયેલા iPhone SEમા નહીં ચાલે. રિપોર્ટનુ માનીએ તો આ iOS 15 A9 ચિપસેટ વાળા ડિવાઇસમાં સપોર્ટ કરશે.

મળવાનુ છે નવુ અપડેટ.....
વળી iPhone યૂઝર્સને બહુ જલ્દી જ અપડેટ મળવાનુ છે. કંપની iOS 14.4 અને iPad OS 14.4 સૉફ્ટવેર વર્ઝન યૂઝર્સ માટે ટેસ્ટ કરી રહી છે. નવી iOS 14.4 અપડેટ એપલ ડેવલપમેન્ટ સેન્ટરમાં એક્સેસ કરી શકાય છે. આ પ્રૉડક્ટ બાદ એપલ વૉટમાં 'ટાઇમ ટૂ વૉક' અને 'એડ ન્યૂએસ્ટ વર્કઆઉટ્સ ટૂ વૉચ' જેવા ફિચર્સ એડ કરવામાં આવશે.

આ રીતે યૂઝ કરી શકશો આ ફિચર....
Apple અનુસાર ટાઇમ ટૂ વૉકઆઉટ્સ યૂઝર્સ ડાઉનલૉડ કરવા માટે એપલ વૉચને આઇફોનની પાસે રાખવી પડશે, અને કોઇ પાવર સોર્સ સાથે જોડવુ પડશે. યૂઝર્સ જે વર્કઆઉટ્સ કમ્પલિટ કરી ચૂક્યા હશે તે ઓટોમેટિક ડિલીટ થઇ જશે.