આઇફોન-12 લૉન્ચિંગના થોડાક સમય બાદ જ એપલ કંપનીએ પોતાના આઇફોન-11, આઇફોન-XRની કિંમતોમાં ધરખમ ઘટાડો કરી દીધો છે. ભારતમાં 64GB સ્ટૉરેજ વાળો આઇફોન-11 હવે 54,900 રૂપિયાથી શરૂ થાય છે. જો આઇફોન-12 મોંઘો લાગે છે તો 54,900 રૂપિયામાં આઇફોન-11 સારી ડીલ છે. આ ઉપરાંત પણ આઇફોનના અન્ય મૉડલની પ્રાઇસ પણ ઓછી કરી દેવામાં આવી છે.
iPhone 11 અને iPhone XRની નવી કિંમતો....
iPhone 11 64GB : Rs 54,900
iPhone 11 128GB : Rs 59,900
iPhone 11 256GB : Rs 69,900
iPhone XR 64GB : Rs 47,900
iPhone XR 128GB : Rs 52,900
iPhone SE (2020) ની નવી કિંમત....
64GB : Rs 39,900
128GB : Rs 44,900
256GB : Rs 54,900
દિવાળી ઓફર તરીકે એપલ આઇફોન-11ની સાથે એરપૉડ્સ એકદમ ફ્રી આપી રહી છે. આ ઓફર 17 ઓક્ટોબરથી એપલના ઓનલાઇન સ્ટૉર પરથી શૉપિંગ કરી શકાશે.
આઇફોન-12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ, 128જીબી, 256જીબી અને 512જીબી મૉડલમાં ગ્રેફાઇટ, સિલ્વર, ગૉલ્ડ અને પેસિફિક બ્લૂમાં મળશે. આની કિંમતો ક્રમશઃ 1,19,900 રૂપિયા અને 1,29,900 રૂપિયાથી શરૂ થશે.