સાન ફ્રાન્સિસ્કોઃ એપલ પોતાના મૉસ્ટ અવેટેડ સીરીઝ આઇફોન 12ને લૉન્ચ કરવા જઇ રહી છે, રિપોર્ટ પ્રમાણે એપલ આગામી 13 ઓક્ટોબરે આ ફોનને લૉન્ચ કરી શકે છે. એપલ ઇનસાઇડરના રિપોર્ટ પ્રમાણે એપલ ઇન્ટરનેટ સૉફ્ટવેર એન્ડ સર્વિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટને આગામી આઇફોન અને આની 5જી ક્ષમતાઓ વિશેમાં યુકે કેરિયર પ્રેઝન્ટેશનમાં બોલતા જોવામાં આવ્યા હતા.
પ્રેઝન્ટેશન દરમિયાન બ્રિટિશ ટેલિકૉમના સીઇઓ માર્ક અલ્લેરાએ પ્રેઝન્ટેશન દરમિયાન કર્મચારીઓને જણાવ્યુ- આપણ એપલના આગામી લૉન્ચ 5જી આઇફોનથી થોડાક દિવસો દુર છીએ, જોકે આ 5જી માટે મોટુ બૂસ્ટ છે. આને લૉન્ચ કરવા માટે કન્ઝ્યૂમર આખા વર્ષની તૈયારી કરી છે, અને સાથે જ એપલનુ યુરોપમાં નંબર વન પાર્ટનર બનવા માટે પણ.
આટલી હોઇ શકે છે કિંમત
ટેક જાયન્ટને આ વર્ષે આઇફોન 12 સીરીઝ અંતર્ગત ચાર નવા આઇફોન લૉન્ચ કરવાની આશા છે. જેમાં બે પ્રીમિયમ વેરિએ્ટ સામેલ હોઇ શકે છે. તાજેતરમાંજ ખુલાસો થયો છે કે અપકમિંગ 5.4 ઇંચ વાળા આઇફોન 12ની શરૂઆતી કિંમત 649 ડૉલર હોઇ શકે છે. વળી 6.1 ઇંચ વાળા આઇફોન 12ને 749 ડૉલરની પ્રાઇસ ટેગ સાથે લૉન્ચ કરવામાં આવી શકે છે.
iPhone 12 સીરીઝ અંતર્ગત હશે ચાર મૉડલ
iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવશે. જેની પ્રાઇસ આશા કરતા વધુ બતાવવામાં આવી રહી છે. એક રિપોર્ટનુ માનીએ તો આઇફોનના ખર્ચમાં લગભગ 50 ડૉલર (લગભગ 3,680 રૂપિયા)નો વધારો જોવામાં આવ્યો છે. આને જોતા કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે iphone 12 સીરીઝની કિમત બહુ વધારે હોવાની છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
iPhone 12 આ દિવસે થશે લૉન્ચ, આ સીરીઝ અંતર્ગત એક-બે નહીં પરંતુ ચાર મૉડલ આવશે માર્કેટમાં, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2020 03:03 PM (IST)
રિપોર્ટ પ્રમાણે એપલ આગામી 13 ઓક્ટોબરે આ ફોનને લૉન્ચ કરી શકે છે. એપલ ઇનસાઇડરના રિપોર્ટ પ્રમાણે એપલ ઇન્ટરનેટ સૉફ્ટવેર એન્ડ સર્વિસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટને આગામી આઇફોન અને આની 5જી ક્ષમતાઓ વિશેમાં યુકે કેરિયર પ્રેઝન્ટેશનમાં બોલતા જોવામાં આવ્યા હતા
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -