Apple Discontinues iPhone Models after iPhone 14 Launch: એપલે પોતાની નવી સીરીઝ iPhone 14 ને દુનિયાની સામે મુકી દીધી છે. આ સીરીઝ અંતર્ગત એપલે પોતાના દમદાર અને નવી જનરેશના આઇફોન મૉડલને લૉન્ચ કરી દીધા છે. આ લૉન્ચ ઇવેન્ટ બાદ માર્કેટમાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે. આમાં સૌથી મોટો ફેરફાર એપલે પોતાના જુના મૉડલને બંધ કરી દીધા છે, તો કેટલાક મૉડલની કિંમત ઘટાડી દીધી છે. એપલે પોતાની ઓફિશિયલ વેબસાઇટ પરથી કેટલાક જુના આઇફોન મૉડલ્સના સેલને ડિસકન્ટીન્યૂ કરી દીધા છે.
Appleએ આઇફોનના સેલને કરી દીધુ બંધ -
આઇફોન 14 લૉન્ચ થતાંની સાથે જ કંપનીઓ પોતાના જુના મૉડલ્સની સીરીઝની ઓફિશિયલ વેબસાઇટ પરથી હટાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે iPhone 13ને લૉન્ચ કરવામાં આવ્યો હતો, તો સાથે સાથે iPhone 13 Max અને iPhone 13 Pro પણ લૉન્ચ કરવામાં આવ્યા હતા. પણ હવે કંપનીએ ઓફિશિયલ વેબસાઇટ પર માત્ર iPhone 13ને જ સેલ માટે ઉપલબ્ધ રાખ્યો છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે, હવે કંપની iPhone 13 Max અને iPhone 13 Pro બન્ને આઇફોન્સને સેલ માટે બંધ કરી દીધા છે.
એ પણ જાણી લો કે iPhone 12 Mini અને iPhone 11 પણ હવે અવેલેબલ નથી. iPhone 11 સીરીઝને એપલે 2019 માં લૉન્ચ કરી હતી. આની સાથે કહેવામાં આવી શકે છે કે, હવે ફેન્સની પાસે iPhone 13 ખરીદવા માટે એક બેસ્ટ મોકો છે. કેમ કે આની કિંમત ઓછી થઇ છે, સાથે આ ઘણીબધી ઓફર સાથે ખરીદી શકાય છે.
Apple Products Delivery Date: એપલે એપલ ફાર આઉટ ઇવેન્ટ 2022માં આઠ નવી પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી છે. આમાં 8 પ્રૉડક્ટ્સમાં ચાર નવા iPhones, Apple Watch ના ત્રણ મૉડલ અને AirPods પ્રૉ સામેલ છે, આ તમામ નવી પ્રૉડ્ટ્સના પ્રી-ઓર્ડર અને ડિલીવરીની તારીખો અલગ અલગ છે. જો તમે નવી Apple પ્રૉડક્ટ્સને ખરીદવા ઇચ્છો છો, તો તે તારીખી અમે અહીં બતાવી રહ્યા છીએ જેનુ ખાસ ધ્યાન રાખવાનુ છે.
Apple iPhone 14 -
આઇફોન 14 માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 ક્યારે ઉપલબ્ધ થશે- 16 સપ્ટેમ્બરથી
Apple iPhone 14 Plus -
આઇફોન 14 પ્લસ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્લસ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 07 ઓક્ટોબરથી
Apple iPhone 14 Pro -
આઇફોન 14 પ્રૉ માટે પ્રી-ઓર્ડર - 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્રૉ ક્યાં સુધી ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
iPhone 14 Pro Max -
આઇફોન 14 પ્રૉ મેક્સ માટે પ્રી-ઓર્ડર- 9 સપ્ટેમ્બરથી
આઇફોન 14 પ્રૉ મેક્સ ક્યારે ઉપલબ્ધ થશે - 16 સપ્ટેમ્બરથી
Appleની તમામ નવી પ્રૉડક્ટ્સની કિંમતો -
iPhone 14: - કિંમત 79,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Plus: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Pro: - કિંમત 1,29,900 રૂપિયાથી શરૂ
iPhone 14 Pro Max: - કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ
Apple Watch Ultra: - કિંમત 89,900 રૂપિયાથી શરૂ
Apple Watch Series 8: - કિંમત 45,900 રૂપિયાથી શરૂ
Apple Watch SE: - કિંમત 29,900 રૂપિયાથી શરૂ
AirPods Pro: - કિંમત 26,900 રૂપિયાથી શરૂ