Twitter New Feature: ટ્વીટર એન્ડ્રોઇડ (Android) યૂઝર્સ માટે એક નવા ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ નવા ફિચરમાં પૉસ્ટ અંતર્ગત યૂઝર્સને વૉટ્સએપ (WhatsApp) બટન મળશે, જેમાં યૂઝર્સ ટ્વીટ શેર કરી શકશે. યૂઝર્સ આ નવા બટન પર ટેપ કરીને સીધા વૉટ્સએપ પર પોતાના કૉન્ટેક્ટ્સ અને ગૃપની સાથે ટ્વીટ શેર કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આ નવા અપડેટમાં શેર આઇકૉનને વૉટ્સએપ આઇકૉનમાં તબદલી કરવામાં આવી રહ્યું છે. આની જાણકારી ખુદ ટ્વીટર ઇન્ડિયાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી આપી છે.
ટ્વીટર ઇન્ડિયાના ડાયરેક્ટર અને પ્રૉજેક્ટ હેડ શિરીષ અંધારેએ કહ્યું કે, આજથી અમે ભારતમાં એક નવો ટેસ્ટ શરૂ કરી રહ્યાં છીે, અમે દેશમાં એન્ડ્રોઇડ પર ટ્વીટરનો ઉપયોગ કરનારા મોટાભાગના લોકો માટે ટ્વીટ્સ પર શેર આઇકૉનને વૉટ્સએપમાં તબદીલ કરી રહ્યાં છીએ. આ પછી પોતાના પસંદગીના ટ્વીટ્સને શેર કરવાનુ આસાન બની જશે.
વૉટ્સએપનું ટ્વીટ સામે આવતા જ લોકોએ પોતાની પ્રતિક્રયા શેર કરવાનુ શરૂ કર્યુ હતુ, એક યૂઝરે ટ્વીટર કરીને રિપ્લાય કર્યો- આ આઇકૉન ભ્રામક છે, મેં વૉટ્સએપમાં સીધા શેરિંગ વિશે વિચાર્યુ હતુ, પરંતુ આ તમામ એપ્સ માટે માત્ર એક નિયમિર વિકલ્પ લાગ છે.
ભારતમાં વૉટ્સએપની લોકપ્રિયતા -
ભારતમાં વૉટ્સએપની લોકપ્રિયતા બહુ જ છે. ચેટ એપના દેશમાં 400 મિલિયનથી વધુ યૂઝર્સ છે. ટ્વીટર ભઘારતમાં મિત્રો અને પરિવારની સાથે કૉન્ટેક્ટ શેર કરવા માટે ઉપયોગ થનારી એપમાંની એક છે. કદાચ આ જ કારણ છે કે ટ્વીટર મેટાના સ્વામિત્વ વાળી મેસિજં એપ વૉટ્સએપમાં એક ટેપથી ટ્વીટ શેર કરવાની સુવિધા આપવાનુ વિચારે છે.