નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પોતાના નવા હેન્ડસેટ iPhone SEનું ભારતમાં વેચાણ શરૂ કરવા જઇ રહી છે. આ આઇફોનને તાજેતરમાં જ લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે તેને સેલિંગ 20 મેથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે.


ખાસ વાત છે કે, ભારતમાં iPhone SEનું સેલિંગ શરૂ થશે, પણ કંપની આની ડિલીવરી માત્ર ગ્રીન અને ઓરેન્જ ઝૉનમાં જ કરશે. પિનકૉડના હિસાબે એ નક્કી થશે કે તમે આ ફોનને ખરીદી શકશો કે નહીં. કેમકે આ એક્સક્લૂસિવ માત્ર ફ્લિપકાર્ટ પર આપવામાં આવી રહ્યું છે, આમ તો આ ફોન એપલ સ્ટૉર પર પણ સેલ માટે અવેલેબલ થશે.

કિંમત અને ઓફર્સ
ભારતમાં iPhone SE 2020ના 64જીબી સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 42,500 રૂપિયા છે, જ્યારે આના 128જીબી વેરિએન્ટની કિંમત 47,800 અને 256જીબી સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 58,300 રૂપિયા છે.

ઓફર્સની વાત કરીએ તો, HDFC બેન્ક કાર્ડ્સ પર આ ફોન પર EasyEMIની સાથે 3,600 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.



iPhone SE 2020ની વિશેષતા....
iPhone SE 2માં 4.7 ઇંચની રેટિના ડિસ્પ્લે છે, આની સાથે A13 Bionic પ્રૉસેસર આપવામાં આવ્યુ છે. આ ચીપ આઇફોન 11 આઇફોન 11 કેસ સીરીઝમાં આપવામાં આવેલુ છે.

આઇફોનમાં કેમેરામાં 12એમપી રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરા iPhone XRમાં યૂઝ કરવામાં આવ્યો હતો. જે રાત્રે પણ સારી ફોટોગ્રાફી કરી શકે છે. સેલ્ફી કેમેરો 7એમપીનો આપવામાં આવ્યો છે.

iPhone SE 2ની ડિઝાઇનની વાત કરીએ તો આ જુના આઇફોન 8ની જેવો દેખાય છે. આમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે ટચ આઇડી પણ આપવામાં આવ્યુ છે.