Itel એ ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન City 300 5G લોન્ચ કર્યો છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના કારણે સ્ક્રીન પર સ્ક્રોલિંગ કરતી વખતે અનુભવ વધુ સ્મૂધ રહે છે. તેમાં 5,000mAhની બેટરી અને Android 16 Go Edition પણ મળે છે. કંપનીએ આ ફોન એવા લોકો માટે લોન્ચ કર્યો છે, જેઓ ઓછા બજેટમાં 5G સ્માર્ટફોન ખરીદવા માગે છે. આવો જાણીએ કે આ ફોનની કિંમત કેટલી છે અને તમને આ ફોનમાં  કયા-કયા ફીચર્સ મળે છે.

Continues below advertisement

Itel City 300 5Gની કિંમત કેટલી છે?

Itel City 300 5Gના 4GB રેમ અને 64GB સ્ટોરેજ ધરાવતા વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન ત્રણ કલર Dark Ruby, Mist Beige અને Bold Indigoમાં ઉપલબ્ધ છે. તેને કંપનીના ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. સ્ટોર્સની માહિતી Itelની સત્તાવાર વેબસાઇટ પર મળી શકે છે.

Continues below advertisement

Itel City 300 5Gમાં કયા-કયા ફીચર્સ મળે છે? 

Itel City 300 5Gમાં 6.67 ઇંચની HD+ LCD સ્ક્રીન આપવામાં આવી છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ મળે છે, જેના કારણે સ્ક્રીન પર સ્ક્રોલિંગ અને વિઝ્યુઅલ્સ પહેલાંની સરખામણીમાં વધુ સ્મૂધ અનુભવાઈ શકે છે. ડિસ્પ્લેમાં પંચ-હોલ ડિઝાઇન અને 2.5D કર્વ્ડ ગ્લાસ પણ આપવામાં આવ્યા છે. Itel City 300 5Gમાં 6nm ટેક્નોલોજી પર આધારિત Unisoc T8200 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની સાથે 4GB LPDDR4X રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. માઇક્રોએસડી કાર્ડની મદદથી સ્ટોરેજને 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 10 5G બૅન્ડ અને NRCA ટેક્નોલોજીનું સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

Android 16 Go Edition સાથે અન્ય ફીચર્સ 

આ સ્માર્ટફોન Android 16 Go Edition પર કામ કરે છે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલૉકની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત, ફોનમાં 3.5mm હેડફોન જેક, USB Type-C પોર્ટ, Bluetooth 5.0 અને Wi-Fi 5નું સપોર્ટ આપવામાં આવ્યું છે. 

Itel City 300 5Gની બેટરી અને કેમેરા 

આ ફોનમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. બૉક્સમાં ચાર્જર પણ મળે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં ઑટોફોકસ સાથેનો 13MP રિયર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. રિયર કેમેરાની મદદથી 30fps પર 2K વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે.