iPhone 17 Pro લોન્ચ થયાને થોડા મહિના જ થયા છે અને ચીની કંપનીઓ Apple ની ડિઝાઇનની નકલ કરવામાં વ્યસ્ત છે. Transsion Holdings ના સ્માર્ટફોન બ્રાન્ડ, itel એ ભારતમાં itel Zeno 200 લોન્ચ કર્યો છે, જે iPhone 17 Pro જેવો જ લૂક ધરાવતો સસ્તો ફોન છે. આ ફોન મિલિટ્રી ગ્રેડ ડ્યૂરેબિલિટી, AI ફિચર્સ સાથે સાથે શક્તિશાળી બેટરી સાથે આવે છે. વધુમાં, આ ફોનની ખાસ વિશેષતા એ છે કે તે નેટવર્ક વગર પણ કોલિંગની સુવિધા ઓફર કરે છે.
કિંમત શું છે?
આ ચીની બ્રાન્ડે આ ફોન ₹9,999 માં લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને સિંગલ સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે: 4GB RAM + 128GB. તે ત્રણ આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે: Comet Orange, Meteor Titanium અને Nighty Blue.
itel Zeno 200 ના ફીચર્સ
itel નો આ સસ્તો ફોન 6.75-ઇંચ HD+ IPS ડિસ્પ્લે સાથે આવે છે. ફોનમાં DTS-સંચાલિત સાઉન્ડ ટેકનોલોજી અને મિલિટ્રી ગ્રેડ (MIL-STD-810H) ડ્યૂરેબિલિટી છે. તે IP65-રેટેડ છે, જે તેને પાણી અને ધૂળ-પ્રતિરોધક બનાવે છે. Unisoc T7250 ચિપસેટ દ્વારા સંચાલિત, તે 4GB RAM અને 128GB સુધી સ્ટોરેજને સપોર્ટ કરે છે. ફોનની RAM 8GB સુધી એક્સપાન્ડેબલ છે. સ્ટોરેજને microSD કાર્ડ દ્વારા પણ એક્સપાન્ડ કરી શકાય છે.
સ્પેસિફિકેશનની વાત કરીએ તો itel Zeno 200 માં 6.75-ઇંચ HD+ સુપર સ્મૂથ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 590 nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. કંપનીએ વેટ અને ઓઇલી ટચ કંટ્રોલનો પણ સમાવેશ કર્યો છે, જે ભીના હાથે પણ તેનો ઉપયોગ સરળ બનાવે છે.
આ પણ વાંચો- સેમસંગ કરી રહ્યું છે અનોખું લેપટૉપ બનાવવાનું પ્લાનિંગ, હાથ મુકતા જ બદલાઇ જશે કામ કરવાની રીત
itel Zeno 200 માં LED ફ્લેશ સાથે સિંગલ 13MP રીઅર કેમેરા છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 5MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. તે શક્તિશાળી 5,000mAh બેટરી સાથે આવે છે અને 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે Android 15 Go ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
સુરક્ષા માટે, ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં WiFi, 4G, IR બ્લાસ્ટર અને USB Type-Cનો સમાવેશ થાય છે. ફોન AI સુવિધાઓથી પણ સજ્જ છે અને નોન-ઇન્ટરનેટ કોલિંગ ઓફર કરે છે.
