નવી દિલ્હીઃ આજકાલ માર્કેટમાં દરેક બજેટના રિચાર્જ પ્લાન આવી ગયા છે. આવામાં જો તમે એક સારો અને ફાયદાકારક પ્લાન શોધી રહ્યો છો તો અમે અહીં તમને તે બતાવીશું. અમે અહીં તમને જિઓ, એરટેલ, વૉડાફોનના ખાસ પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ.


Jioનો 199 રૂપિયા વાળો પ્લાન
જિઓનો 199 રૂપિયા વાળા પ્લાનમાં યૂજર્સને દરરોજ 1.5 GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ફ્રી કૉલિંગની સુવિધા છે અને સાથે 100 એસએમએસ પણ છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કંપની જિઓ એપ્સનુ ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.



Airtelનો 199 રૂપિયા વાળો પ્લાન
એરટેલના 199 રૂપિયા વાળા પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે. આ ઉપરાંત લૉકલ, એસટીડી અને રૉમિંગ કૉલ અનલિમીટેડ છે.આમાં કોઇપણ રીતની કોઇ FUP લિમીટ નથી. સાથે યૂઝર્સને દરરોજ 100 મેસેજ ફ્રી મળે છે, આ પ્લાનની વેલિડિટી 24 દિવસની રાખવામાં આવી છે.

Vodafoneનો 199 રૂપિયા વાળો પ્લાન
વૉડાફોનના 199 રૂપિયાના આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળી રહ્યો છે, આ ઉપરાંત કોઇપણ નેટવર્ક પર કૉલિંગ અનલિમીટેડ છે. વળી લૉકલ,, એસટીડી અને રૉમિંગ કૉલ્સ પણ એકદમ ફ્રી છે. સાથે કંપની વૉડાફોન પ્લે અને ZEE5નુ સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે.