નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટિકટૉકની મૂળ કંપની વિરુદ્ધ એક કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. આ આદેશ 45 દિવસ સુધી પ્રભાવી રહેશે. આદેશ કોઇપણ અમેરિકન કંપની કે વ્યક્તિ ને ચીની મૂળ કંપની બાઇટડાન્સની સાથે લેવડદેવડ પર બેન લગાવે છે, એટલે કે TikTok અમેરિકમાં ટેમ્પરરી ધોરણે પ્રતિબંધિત થઇ ગયુ છે.
આદેશમાં કહેવાયુ છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને અમારી સુરક્ષની રક્ષા માટે ટિકટૉકના માલિકો વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવી જોઇએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિકટૉકને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આદેશ અનુસાર આ ડેટા સંગ્રહથી ચીની કૉમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકનોની વ્યક્તિગત અને માલિકાના જાણકારીના ડૉઝીયર બનાવવા અને કૉર્પોરેટ જાસૂસી કરવાની અનુમતી આપે છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કહ્યું જો આ અમેરિકન કંપનીને વેચવામાં નહીં આવે તો 15 સપ્ટેમ્બર સુધી આને અમેરિકામાં બેન કરી દેવામાં આવશે. ટ્રમ્પે એ પણ કહ્યું કે જો કોઇ વેચાણ થાય છે તો તેનો ભાગ અમેરિકન ટેક્સપેયર્સને પણ મળવો જોઇએ.
વળી, અમેરિકન સેનેટે સર્વસંમતિથી સંધીય કર્મચારીઓને સરકારની તરફથી આપવામાં આવેલા ડિવાઇસમાં TikTok યૂઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તે વિધેયકને મંજૂરી મળ્યા બાદ લગાવવામાં આવ્યો છે, જેના પર ગુરુવારે સેનેટમાં વૉટિંગ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે TikTok એપને સુરક્ષાથી ખતરો બતાવ્યો છે.
એક નિવેદનમાં માઇક્રૉસોફ્ટે કહ્યું કે, તેનુ અમેરિકામાં TikTokની સાથે ડીલ પુરી કરવાનો ટાર્ગેટ હતો, કંપની અનુસાર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં પણ અન્ય ડીલ 15 સપ્ટેમ્બર સુધી પુરી થવાની આશા છે. આ માટે TikTokને નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે.
ટ્રમ્પે અમેરિકામાં ચીની એપ TikTok પર લગાવ્યો બેન, જાણો દિવસ સુધી રહેશે પ્રતિબંધિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2020 09:05 AM (IST)
આદેશમાં કહેવાયુ છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને અમારી સુરક્ષની રક્ષા માટે ટિકટૉકના માલિકો વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવી જોઇએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટિકટૉકને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -