Jioનો 349 રૂપિયાવાળો પ્લાન
Jioની પાસે હાલમાં 349 રૂપિયાવાળો પ્લાન ઉપલબ્ધ છે, જેમાં રોજ 3જીબી ડેટા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jioથી Jio સુધી અનલિમિટેડ કોલિગં મળે છે. જ્યારે નોન Jio નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 1000 મિનિટ્સ મળે છે. આ પ્લાનમાં રોજ 100 ફ્રી એસએમએસ મળે છે. એટલું જ નહીં આ પ્લાનમાં Jio એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
Airtelનો 398 રૂપિયાવાળો પ્લાન
Airtelની પાસે 398 રૂપિયાવાળો પ્લાન છે જેમાં રોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 3 જીબી ડેટા મળે છે. આ ઉપરાંત આ પ્લાન સાથે ઝી5 અને એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
Vodafoneનો 399 રૂપિયાવાળો પ્લાન
Vodafoneના 399 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. તેમાં રોજ 100 ફ્રી એસએમેસ મળે છે. આ પ્લાનમાં 1.5GB+1.5GB ડેટા મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં તેમાં ઝી5 અને Vodafone પ્લેનું પણ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ તમામ પ્લાન્સ વર્ક ફ્રોમ હોમ પ્રમાણે બેસ્ટ છે. પરંતુ તમે એ બ્રાન્ડના પ્લાન ખરીદો જેની સર્વિસ વધારે સારી હોય.