ટેલીકોમ કંપની એરટેલ અને રિલાયન્સ જિયો એક બીજાને ટક્કર આપવાની કોશિશ કરી રહ્યા છે. એક તરફ જિયો પોતાના સસ્તા પ્લાન લોન્ચ કરી ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે તો બીજી તરફ એરટેલ પણ જિયો જેવા પ્લાન ઓફર કરી ગ્રાહકોને આર્કષિત કરવા માંગે છે. બંને કંપનીઓના એક જ કિંમતના પ્લાન તમને મળી જશે જેમાં ગ્રાહકોને અલગ-અલગ સુવિધા મળશે. આવો જાણીએ એરટેલના 349 રુપિયાના પ્લાન વિશે સમગ્ર ડિટેલ અને તમને ક્યાં પ્લાનમાં થશે ફાયદો.
 
Jio નો 349 રૂપિયાનો પ્લાન- જો તમે જિયો યૂઝર્સ છો તો અને કોઈ શાનદાર પ્લાન લેવા માંગો છો તો કંપની 349 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3 GB ડેટા મળશે. આ સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા મળશે. જિયોના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા સહિત જિયો એપ્સનું સબ્સસ્ક્રિપ્શન ફ્રી મળશે. એવામાં જો તમે વધારે ડેટા ઉપયોગ કરો છો તો તમારે માટે આ સારો પ્લાન છે.


Airtel નો 349 રુપિયાનો પ્લાન- જો તમે એરટેલના યૂઝર્સ છો તો કંપની જિયોની જેમ 349 રૂપિયામાં શાનદાર પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2 GB સ્પીડ ડેટા મળસે. આ પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS સુવિધા મળશે. આ પ્લાનમાં તમને  Amazon Prime નું ફ્રી સબ્સસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. પ્લાની વેલિડિટી 28 દિવસની છે. જેમાં  Airtel Xstream Premium, વિંક મ્યૂઝિકની સુવિધા મળે છે.  આ પ્લાનમાં  Shaw Academy નું ફ્રી ઓનલાઈન કોર્સ અને  FasTag ખરીદવા પર  100 રુપિયા કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.