નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો યૂઝર્સને ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. કંપનીની પાસે એવા ઘણા પ્લાન છે, જેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે બીજા ફાયદા પણ મળે છે. યૂઝર્સની વાત કરીએ તો તેને ઓછી કિંમતમાં વધુ બેનિફિટ વાળા પ્લાનની જરૂર રહેતી હોય છે. અમે તમને જિયોના સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. જેમાં 24 GB સુધી ડેટા અને આશરે એક વર્ષની વેલિડિટી આપવામાં આવી રહી છે.
જિયોનો 129 રૂપિયાનો પ્લાન
જિયોના આ પ્લાનમાં તમને 2GB ડેટા મળશે. 28 દિવસની વેલિડિટીની સાથે આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ ઓફર કરવામાં આવી રહ્યો છે. દરરોજ 300 ફ્રી એસએમએસ મળે છે. આ પ્લાનમાં સબ્સક્રાઇબર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જિયોનો 329 રૂપિયાનો પ્લાન
84 દિવસની વેલિડિટીની સાથે આવનાર 329 રૂપિયાના પ્લાનમાં 1000 ફ્રી એસએમએસ અને અનલિમિડેટ કોલિંગ ઓફર કરવામાં આવે છે. ડેટાની વાત કરીએ તો પ્લાનમાં કંપની કુલ 6GB ડેટા ઓફર કરી રહી છે. પ્લાનની ખાસ વાત છે કે તેમાં જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
જિયોનો 1299 રૂપિયા પ્લાન
જિયોનો આ પ્લાન 336 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારને 24 GB ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ બેનિફિટ અને 3600 ફ્રી એસએમએસ મળે છે. પ્લાનનું રિચાર્જ કરાવનાર યૂઝર્સને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.
1 વર્ષની વેલિડિટી અને 24 GB ડેટા, જાણો જિયોના બેસ્ટ પ્લાન વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jan 2021 04:46 PM (IST)
રિલાયન્સ જીયો યૂઝર્સને ઘણા બધા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે. કંપનીની પાસે એવા ઘણા પ્લાન છે, જેમાં ફ્રી કોલિંગ અને ડેટાની સાથે બીજા ફાયદા પણ મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -