ભારતમાં 5G ટેક્નોલોજીના ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. તમામ ટેલીકોમ કંપનીઓ હવે 5G નેટવર્ક માટે કામ કરી રહી છે. ત્યારે ભારતમાં પોતાના બજેટ અને મિડ રેન્જ સ્માર્ટફોન સાથે ધમાલ મચાવનારી કંપની Realme જલ્દીજ Realme X7 સીરિઝના મોબાઈલ્સ લોન્ચ કરવાની છે. આ ફોન 4 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવશે.


Realme X7 સ્માર્ટફોન લોન્ચ થાય તે પહેલા જ તેની કિંમત અંગેની જાણકારી સામે આવી છે. ટિપ્સ્ટર ડેબાયન રૉય અનુસાર Realme X7ને ભારતમાં બે વેરિએન્ટેમાં લોન્ચ કરવામાં આવશે. આ બન્ને વેરિએન્ટની કિંમત 22 હજાર સુધી રાખવામાં આવી શકે છે.

ડેબાયન રોય અનુસાર Realme X7 6GB + 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 19,999 રૂપિયા હોઈ શકે છે. જ્યારે 8GB + 128GB સ્ટોરેજાવાળા ફોનની કિંમત 21,999 રૂપિયા સુધી રહી શકે છે.

Realme X7 ના સ્પેસિફેક્શન

Realme X7 માં તમને 6.4 ઈંચની AMOLE ડિસ્પ્લે મળશે, જેનું રિફ્રેશ રેટ 120Hz છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ છે. આ સ્માર્ટફોનમાં ક્વોડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. જેમાં પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલ, 8MP અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2MP- 2MP મેક્રો લેન્સ અને ડેપ્થ સેન્સર સાથે હશે. જ્યારે સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. બેટરી 4300mAh સાથે 50W સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.