નવી દિલ્હીઃ ભારતમાં ઇન્ટરનેટ ડેટા અને કૉલિંગ માટે મોટી મોટી ટેલિકૉમ કંપનીઓ પોતાની બેસ્ટ ઓફર લૉન્ચ કરી રહી છે. ત્યારે સ્વાતંત્ર્ય દિવસના પ્રસંગે રિલાયન્સ જિઓએ એક ખાસ ઓફર લૉન્ચ કરી છે, જે અંતર્ગત તે પોતાના યૂઝર્સને ફ્રી ઇન્ટરનેટ ડેટા અને ફ્રી કૉલિંગ આપી રહ્યુ છે.

જિઓની આ ઓફર એકદમ ખાસ છે, આ ઓફર અંતર્ગત JioFi 4G હૉટસ્પૉટ ખરીદવા પર યૂઝર્સને 5 મહિના સુધી ફ્રી ડેટા મળશે. આ ઉપરાંત ફ્રી ડેટાની સાથે JioFi યૂઝર્સને અનલિમીટેડ કૉલિંગની પણ સુવિધા આપવામાં આવશે. કંપનીએ JioFiની કિંમત 1,999 રૂપિયા છે.



એકવાર JioFi એક્ટિવેટ થયા બાદ કોઇ એક પ્લાન લેવો પડશે, અને ત્યારબાદ તે My Jio Appથી બેલેન્સ પણ ચેક કરી શકશે. JioFiને Reliance Digital સ્ટૉર પરથી ખરીદી શકાશે. આ ડિવાઇસને EMI ઓપ્શન પર પણ ખરીદી શકાય છે. JioFiને કંપનીની સાઇટ પરથી ઓનલાઇન પણ ખરીદી શકાય છે.



આ છે JioFi હૉટસ્પૉટ પ્લાન
કસ્ટમર્સ માટે JioFi માટે 3 પ્લાન અવેલેબલ છે. આમાં સૌથી સસ્તો પ્લાન 199 રૂપિયાનો છે આમાં દરરોજ 1.5GB ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. સાથે જ જિઓ થી જિઓ નેટવર્ક પર અનલિમીટેડ અને અન્ય નેટવર્ક પર 1,000 મિનીટની કૉલિંગ મળે છે. આ ઉપરાંત અન્ય બે પ્લાનની કિંમત 249 રૂપિયા અને 349 રૂપિયા છે. યૂઝર્સને 99 રૂપિયાની પ્રાઇમ મેમ્બરશીપ અલગથી લેવી પડશે. આ પ્લાનામાં પણ જિઓ થી જિઓ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ્સ ઓફર કરવામાં આવી રહી છે.