નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ગૂગલ પ્લે સ્ટોર પર નવી એપ લાઈવ કરી છે જેનાથી યૂઝર વીઓએલટીઈ પર ગ્રુપ કોન્ફરન્સ કોલ કરી શકશે. જિઓ ગ્રુપ ટોક એપની મદદથી તમે એક સાથે 10 લોકો સાથે વાત કરી શકો છો. આ લેક્ચર મોડલ સહિત અનેક ફીચરની સાથે આવે છે. આ એપ હાલમાં ટ્રાયલ તબક્કામાં છે. તેને વ્યાવસાયિક રીતે સામાન્ય યૂઝર માટે ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવવામં આવશે.
‘જિઓ ગ્રૂપ ટોક’ હાલ ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. iOS યૂઝર્સ હાલ તેનો ઉપયોગ કરી શકશે નહીં. એપને ટ્રાયલ વર્ઝન પર લિસ્ટ કરવામાં આવી છે, જેનો મતલબ છે કે આ ફુલ ફીચર્ડ વર્ઝન નથી. જોકે તેનો ઉપયોગ કરી શકાય છે.
એપને ડાઉનલોડ કર્યા પછી યૂઝર્સે પોતાનો જિઓ નંબર એન્ટર કરવો પડશે. આ પછી એક ઓટીપી મળશે, જે નાખીને રજિસ્ટ્રેશન કરવું પડશે. રજિસ્ટ્રેશન પુરુ થયા પછી જિઓ યુઝર્સ એપનો ઉપયોગ કરી શકશે. આનો ઉપયોગ કરતા પહેલા નિશ્ચિત કરી લો કે તમારું જિઓ સિમ ઓન છે અને એસએમએસ અને કોલિંગ સુવિધા ઉપયોગમાં છે.
રિલાયન્સે ‘જિઓ ગ્રૂપ ટોક’ એપને જિઓ યૂઝર્સ માટે એક્સક્લૂઝીવ વન ટચ મલ્ટી પાર્ટી કોલિંગ એપ્લિકેશન તરીકે નોંધાયેલ છે. એક ઉપયોગકર્તા એક વખતમાં વધારેમાં વધારે 10 લોકોને જોડી શકે છે. આ સાથે તેમાં શેડ્યુલનો વિકલ્પ પણ છે. સમયની બચત માટે બધા 10 લોકોને એક વખતે જ જોડી શકાશે.