નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓની ઓફરની રાહ જોઈ રહેલ ગ્રાહકો માટે ખુશખબર છે. જિઓએ 251 રૂપિયાનો નવો 4જી પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. આવો જાણીએ જિઓની આ ઓફર વિશે.

જિઓની આ નવી ઓફરનું નામ જિઓ ક્રિકેટ સિઝન ડાટા પેક છે. આ પેકને ખાસ ટી20 ક્રિકેટ કે આઈપીએલ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જિઓના આ પ્લાનની કિંમત 251 રૂપિયા છે.



આ પ્લાનમાં તમને દરરોજ 2 જીબી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 51 દિવસની રહેશે. આમ કુલ મળીને તમને આ પ્લાનમાં 102 જીબી ડેટા મળે છે. જિઓની વેબસાઇટ અને માય જિઓ એપ્લિકેશન દ્વારા આ પ્લાન રિચાર્જ કરી શકાય છે.

આ પ્લાનમાં કંપની અન્ય સારી ઓફર પણ કરે છે. જેમ - નસીબદાર યૂઝર્સોને તેમની મનપસંદ ટીમ સાથે સેલ્ફી લેવાની તક મળશે. આ ઉપરાંત મનપસંદ ટીમની જર્સી, કૅપ અને બેટ પણ મળી શકે છે. તમે આ ઓફરમાં મેચ ટિકિટ પણ મેળવી શકો છો.