રિલાયન્સ જિયો યૂઝર્સ માટે  લાંબી વેલિડિટીના પ્લાન   ઓફર કરે છે. જે યુઝર્સ 6 મહિના કે એક વર્ષની વેલિડિટી સાથે પ્રીપેડ પ્લાન ઈચ્છે છે તેમના માટે કંપની ખાસ પ્રીપેડ પ્લાન લાવે છે. આ પ્લાન્સમાં વેલિડિટી લાંબી છે.  તેની સાથે ડેટા પણ વધારે ઉપલબ્ધ છે.   તેઓ તેમની સાથે કેટલાક વધારાના લાભો પણ મેળવી શકે છે. આજે અમે તમને Jioના 365 દિવસની વેલિડિટી પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ પ્લાનમાં તમને એક વર્ષ કરતાં વધુ રિચાર્જ મળે છે ! તમે કહેશો કે 365 દિવસમાં 1 વર્ષ કરતાં વધુ કેટલું ? આવો જાણીએ વઘુ વિગતો.


388 દિવસની વેલિડિટી


Jioના કેટલાક પ્લાન વાર્ષિક પ્લાન તરીકે જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે 1 વર્ષની વેલિડિટીવાળા Jio પ્લાનમાં 365 દિવસથી વધુની વેલિડિટી ઉપલબ્ધ છે. આ પણ આ પ્લાનની ખાસિયત છે. તમે આ પ્લાનને Jio ઑફિશિયલ વેબસાઇટ અથવા MyJio એપ દ્વારા એક્ટિવેટ કરાવી શકો છો.  જેની કિંમત 2999 રૂપિયા છે. આ પ્લાન 365 દિવસની જગ્યાએ 388 દિવસની વેલિડિટી આપે છે. એટલે કે 23 દિવસની વધારે વેલિડિટી મળે છે. 



દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા


Jio ના વાર્ષિક પ્લાનમાં વધુ ઇન્ટરનેટ ડેટા સાથે આવે છે. તે દરરોજ 2.5GB હાઇ સ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે. એટલે કે તમને આખા વર્ષ દરમિયાન 912.5GB ડેટા મળે છે. આ સિવાય જો તમે એસએમએસનો વધુ ઉપયોગ કરો છો તો આ Jio પ્લાન તમને દરરોજ 100 ફ્રી SMS આપે છે. હા, પરંતુ દૈનિક ડેટાની મર્યાદા પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. પરંતુ તેમ છતાં તમે ઇન્ટરનેટથી કનેક્ટ થશો. આ પ્લાનની બીજી ખાસ વાત એ છે કે યોગ્ય ગ્રાહકોને તેમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળી રહ્યો છે.


આ પ્લાન તમને કેટલાક  લાભો પણ આપે છે. આમાં JioTV, JioCinema JioSecurity, JioCloud એપ્સનું સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. JioTV દ્વારા તમે પ્લાનની માન્યતા સુધી એપ પર વિવિધ પ્રકારના ટીવી શોનો આનંદ માણી શકો છો. આ સિવાય જો તમે મૂવી જોવાના શોખીન છો, તો JioCinemaનું સબસ્ક્રિપ્શન પણ આ પેક સાથે છે.  જે પ્લાનની વેલિડિટી સુધી માન્ય રહેશે. આમાં તમને JioSecurity એપનું સબ્સ્ક્રિપ્શન મળે છે.  જે તમારા ડેટા જેવા કે ફોન નંબર, ઈમેલ એડ્રેસ, બેંક એકાઉન્ટ નંબર, OTP વગેરેની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.  વધુ માહિતી માટે  તમે કંપનીની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.