નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ એક હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં 4G એલટીઈ ફોન લોન્ચ કરી ધૂમ મચાવી દીધી હતી. તેના બાદ અપગ્રેડેડ વેરિયેન્ટ તરીકે જિયો ફોન 2 લોન્ચ કર્યો હતો. તેના બાદ પણ પહેલા લોન્ચ કરેલો જિયો ફોન વધુ વેચાઈ રહ્યો છે. હાલમાં તેને 699 રુપિયામાં ખરીદી શકાય છે. જો કે, રિલાયન્સ જિયો વઘુ એક સૌથી સસ્તો ફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જિયો ફોનના સસ્તા વેરિએન્ટ તરીકે JioPhone 5 લોન્ચ કરી શકે છે.


91Mobilesની એક રિપોર્ટ અનુસાર, JioPhone 5 પર કામ ચાલી રહ્યું છે. નવો જિયો ફોન એક ફીચર ફોન જ હશે. રિપોર્ટ અનુસાર, JioPhone 5 ઓરિજિનલ જિયો ફોનનો એક લાઈટ વર્ઝન હશે. જે ખૂબજ સસ્તો ફોન હશે.

રિપોર્ટની માનીએ તો JioPhone 5ને 399 રૂપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે. એટલે કે માર્કેટમાં સૌથી સસ્તો ફોન બની જશે.

આ ફોનમાં 4G એલટીઈ કનેક્ટિવિટી હોવાની આશા છે. આ ફોનમાં KaiOS પ્લેટફોર્મ આપવામાં આવી શકે છે. તેમાં ઈન્ટરનેટ બ્રાઉઝરની સાથે કેટલાક એપ્સ અગાઉથી જ ઈન્સ્ટોલ કરેલા રહેશે. રિપોર્ટ અનુસાર, JioPhone 5 થી તમામ જિયો નંબર્સ પર ફ્રિ કોલ થશે. જોકે ઈન્ટરનેટ માટે અલગથી રિચાર્જ પેકેજ લેવું પડશે.

અહેવાલ અનુસાર, જિયો ફોનની કિંમત ઓછી રાખવા માટે હાર્ડવેર સાથે સમજૂતી કરી શકે છે. JioPhone 5ની લોન્ચ ડેટને લઈ હાલ કોઈ જાણકારી નથી. જો કે, જિયો વર્ષે અથવા આવતા વર્ષે લોન્ચ કરી શકે છે.