રિલાયન્સ જિયો
રિલાયન્સ જિયોનો 199 રૂપિયાનો પ્લાન યૂઝર્સને દરરોજ 1.5 જીબી ડેટા આપી રહી છે. આ ઉપરાંત જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલ તથા નોન-જિયો નેટવર્ક પર કોલ કરવા 1000 મિનિટ્સ આપી રહી છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સ 100 એસએમએસ ફ્રી મોકલી શકે છે. આ પ્લાનમાં કંપની જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ આપી રહી છે. જેની વેલિડિટી 28 દિવસની છે.
એરટેલ
રિલાયન્સ જિયોના મુકાબલે એરટેલ 199 રૂપિયામાં ઓછો ડેટા આપે છે. આ પ્લાન અંતર્ગત યૂઝર્સને દરરોજ એક જીબી ડેટા મળશે. આ ઉપરાંત લોકલ, એસટીડી અને રોમિંગ કોલ તમામ નેટવર્ક પર અનલિમિટેડ છે. તેમાં કોઈ પ્રકારની FUP લિમિટ નથી. યૂઝર્સ દરરોજ 100 મેસેજ ફ્રી મોકલી શકે છે. આ પ્લાનની વેલિડિટી 24 દિવસ છે.
વોડાફોન-આઈડિયા
વોડાફોન આઈડિયા પણ 199 રૂપિયામાં દરરોજનો એક જીબી ડેટા ઓફર કરી રહી છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર કોલિંગ માટે અનલિમિટેડ મિનિટ્સ આપવામાં આવે છે. લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ પૂરી રીતે ફ્રી છે. આ પ્લાનમાં તમે દરરોજ 100 એસએમએસ ફ્રી મોકલી શકે છે. ઉપરાંત આ પેકમાં કંપની વોડાફોન પ્લે તથા ZEE5નું સબ્સક્રિપ્શન એક વર્ષ માટે ફ્રી આપી રહી છે.