નવી દિલ્હીઃ એવા ઘણાબધા દિવસો આવે છે, જેને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઠીક આવો જ એક દિવસ છે નેશનલ ટેકનોલૉજી ડે (National Technology Day), નેશનલ ટેકનોલૉજી ડે ને દર વર્ષે 11 મેના દિવસે મનાવવામાં આવે છે.


ખાસ વાત છે કે, આ દિવસ એટલે કે નેશનલ ટેકનોલૉજી ડેનુ ભારતીય ઇતિહાસમાં ખુબ મહત્વ છે, કેમ કે આની પાછળ એક ઇતિહાસ છે. 11 મે 1998 ના દિવસે ભારતે  સફળતાપૂર્વક પોખરણ ન્યૂક્લિયર ટેસ્ટ (Pokhran nuclear tests) કર્યો હતો. ત્યારથી લઇને દર વર્ષે 11 મે ને નેશનલ ટેકનોલૉજી ડે (National Technology Day) તરીકે મનાવવામાં આવી છે. જાણો નેશનલ ટેકનોલૉજી ડે વિશે..........


પોખરણ અણુ ધડાકો (11 મે, 1998)


દેશના પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની આજે એટલે કે 11 મે 1998ના દિવસે ભારતની તાકાત દુનિયાને બતાવી હતી. પોખરણમાં સફળતાપૂર્વક ન્યૂક્લિયર બૉમ્બનું ટેસ્ટિંગ કર્યુ હતુ. આને ભારતીય ટેકનોલૉજી ડે પણ કહે છે. આ પરિક્ષણથી આખી દુનિયા દંગ રહી ગઇ હતી.


11 મે, 1998, સોમવારના રોજ ભર બપોરે રેસકોર્સ રોડ પર વડાપ્રધાનના સરકારી નિવાસના ડ્રૉઈંગ રૂમમાં છ લોકો બેઠા હતા. આ લોકો માટે સમય ખૂબજ તણાવભર્યો હતો. 3 વાગ્યે અને 45 મિનિટે રાજસ્થાનના પોખરણની રેત પરમાણુ વિસ્ફોટના કારણે ધૃજી રહી હતી, ત્યારે આ છ લોકોને માત્ર એસીનો ઘરઘરાટ જ સંભળાઇ રહ્યો હતો.


બરાબર 10 મિનિટ બાદ બાજુના રૂમના ટેલિફોન પર ઘંટડી વાગી. વડાપ્રધાનના મુખ્ય સચિવ બૃજેશ મિશ્રએ અચકાતા મને ટેલિફોનનું રિસીવર ઉપાડ્યું તો સામેથી ઉત્સાહભર્યો અવાજ આવ્યો, કામ ફતહ…