મુંબઇઃ વૉટ્સએપ યૂઝર્સને કેટલાક એવા ફિચર્સ અને સગવડો મળેલી છે, જેનો ઉપયોગ તેમના એક્સપીરિયન્સને બેસ્ટ બનાવી શકે છે. વૉટ્સએપને ફક્ત મેસેજ કરવા જ નહીં પણ વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે પણ વાપરી શકાય છે. આમાં પણ વીડિયો કૉલિંગનુ ફિચર એકદમ ખાસ છે.
વૉટ્સએપને મોબાઇલની સાથે સાથે કૉમ્પ્યુટરથી પણ ઉપયોગ કરી શકાય છે. એટલુ જ નહીં મોબાઇલ ઉપરાંત તમે કૉમ્પ્યુટર પરથી પણ વીડિયો કૉલ કરી શકો છો. અમે અહીં તમને વૉટ્સએપ વેબથી વીડિયો કૉલિંગ કરવાની રીતે બતાવી રહ્યાં છીએ.
તમારે સૌથી પહેલા વૉટ્સએપ વેબ ઓપન કરવાનુ છે, અહીં પોતાના એકાઉન્ટમાં સાઇન ઇન કરો. અહીં તમને ત્રણ વર્ટિકલ ડૉટ દેખાશે, તેના પર ક્લિક કરીને તમારે એક રૂમ ક્રિએટ કરવો પડશે.
આ પછી તમને એક પૉપ અપ દેખાશે, આના પર ક્લિક કરીને તમે મેસેન્જરમાં આવી શકો છો. આ માટે તમારે ફેસબુક એકાઉન્ટની જરૂર નહીં પડે.
હવે તમારે એક રૂમ ક્રિએટ કરવો પડશે, અને ત્યારબાદ તમે વીડિયો કૉલ કરી શકશો. કેટલાક લોકોની સાથે રૂમ ક્રિએટ કરવા માટે તમારે ચેટ વિન્ડો પર જઇને એટેચમેન્ટ પર ક્લિક કરવો પડશે. અહીં તમારે પાછુ રૂમ પર ક્લિક કરવુ પડશે.
મોબાઇલથી વીડિયો કૉલનો ઓપ્શન....
વૉટ્સએપ ઓપન કરો, તે કૉન્ટેક્ટ પર જાઓ જેને તમે વીડિયો કૉલ કરવા માંગો છો, આ પછી તમારે તે કૉન્ટેક્ટની ચેટ ઓપન કરવી પડશે, અને કૉલિંગની બાજુમાં રહેલા વીડિયો કેમેરાના આઇકૉન પર ક્લિક કરો.
ખાસ વાત છે કે આ એક કૉન્ટેક્ટની સાથે ચાલી રહેલા કૉલિંગ દરમિયાન તમે બીજા પાર્ટિસિપેન્ટને જોડી શકો છો. કૉલિંગ દરમિયાન બીજા પાર્ટિસિપેન્ટને જોડવા માટે તમારે ઉપર જમણી બાજુએ આપેલા એડ પાર્ટિસિપેન્ટના બટન પર ક્લિક કરવુ પડશે. પછી તમારે એક કૉન્ટેક્ટ સિલેક્ટ કરવો પડશે અને તેને એડ કરવો પડશે.
વૉટ્સએપ પર તમારે એકવાર જ ગૃપ કૉલ કરી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે વૉટ્સએપ ઓપન કરવુ પડશે અને એક ગૃપ ચેટ સિલેક્ટ કરીને ઓપન કરવુ પડશે. ચેટ ઓપન થયા બાદ તમે કેમેરા આઇકૉન પર ક્લિક કરીને વીડિયો કૉલિંગ શરૂ કરી શકો છો.
મોબાઇલથી જ નહીં કૉમ્પ્યુટરમાંથી પણ કરી શકો છો WhatsApp Video Call, જાણો કઇ રીતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2020 12:32 PM (IST)
વૉટ્સએપને મોબાઇલની સાથે સાથે કૉમ્પ્યુટરથી પણ ઉપયોગ કરી શકાય છે. એટલુ જ નહીં મોબાઇલ ઉપરાંત તમે કૉમ્પ્યુટર પરથી પણ વીડિયો કૉલ કરી શકો છો. અમે અહીં તમને વૉટ્સએપ વેબથી વીડિયો કૉલિંગ કરવાની રીતે બતાવી રહ્યાં છીએ
- - - - - - - - - Advertisement - - - - - - - - -