નવી દિલ્હીઃ ગ્લૉબલ સ્માર્ટફોન માર્કેટમાં 2020નુ વર્ષ સારુ નથી રહ્યું, કોરોનાના પ્રકોપના કારણે માર્કેટ ધરાશાયી થઇ ગયુ છે, મહામારીના કારણે સ્માર્ટફોનના વેચાણમાં સતત ઘટાડો નોંધાયો છે. છતાં એનલિટિક્સ કંપની ઓમડિયાએ તાજેતરમાં વર્ષ 2020ની પહેલો છમાસિક રિપોર્ટ જાહેર કર્યો છે, આમાં ગ્લૉબલ લેવલ પર ટૉપ 10 સૌથી વધુ વેચાનારા ફોનનુ લિસ્ટ જાહેર કર્યુ છે. આવો જાણીએ કયા કયા ફોને કોરોના કાળમાં પણ માર્કેટમાં મચાવી રાખી છે ધૂમ.....




કોરોના કાળમાં સૌથી વધુ વેચાયેલા ટૉપ 10 સ્માર્ટફોન....

Apple iPhone 11
રિપોર્ટ અનુસાર, Appleએ 2020ની પહેલા છમાસિકમાં 37.7 મિલિયન iPhone 11 વેચ્યા છે. iPhone 11 અત્યારે 64,900 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ છે.

Samsung Galaxy A51
આ ફોન બીજા નંબરે છે, આનુ વેચાણ 11.4 મિલિયન છે. આની શરૂઆતી કિંમત 23,999 રૂપિયા છે.

Xiaomi Redmi Note 8
રેડમીનો આ ફોનનુ વેચાણ વધ્યુ છે. વેચાણમાં 11 મિલિયનનો વધારો થયો છે, આ ફોનની કિંમત 12,799 રૂપિયા છે.

Xiaomi Redmi Note 8 Pro
નંબર ચાર પર શ્યાઓમીનો આ વધુ એક ફોન છે, Redmi Note 8 ગયા વર્ષે લૉન્ચ થયો હતો, આની કિંમત 17,000 રૂપિયા છે.

Apple iPhone SE
રિપોર્ટ પ્રમાણે iPhone SEનુ વેચાણ 8.7 મિલિયન યૂનિટ છે, ભારતમાં iPhone SE 37,900 રૂપિયામાં વેચાઇ રહ્યો છે.

Apple iPhone XR
2019નો આ સૌથી પૉપ્યૂલર સ્માર્ટફોન છે, વેચાણમાં આ 6 નંબર પર છે. આ 47,500 રૂપિયાની કિંમતે અવેલેબલ છે.

iPhone 11 Pro Max
રિપોર્ટ પ્રમાણે, Appleએ 2020ની પહેલી છમાસિક દરમિયાન આ સ્માર્ટફોન 7.7 મિલિયન યૂનિટ વેચ્યા છે. આ હેન્ડસેટ 1,11,600 રૂપિયાની કિંમતે માર્કેટમાં અવેલેબલ છે.

Xiaomi Redmi 8A
આ ફોનનુ વેચાણ 7.3 મિલિયન છે, સપ્ટેમ્બર 2019માં થયેલો આ ફોન હાલ 7,499 રૂપિયામાં મળી રહ્યો છે.

Xiaomi Redmi 8
આ ફોનના અત્યાર સુધી 6.8 મિલિયન યૂનિટ વેચાઇ ચૂક્યા છે. આને 9,999 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાય છે.

Apple iPhone 11 Pro
આ લિસ્ટમાં લાસ્ટ નંબર પર iPhone 11 Pro છે. રિપોર્ટ અનુસાર, 2019 લાઇનઅપ iPhoneનુ વેચાણ 6.7 મિલિયન યૂનિટ રહ્યું છે, આ અમેઝોન પર 106,600 રૂપિયામાં તમને મળી શકે છે.